For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનના જોખમ વચ્ચે કોરોનાના 7145 નવા કેસ મળ્યા, પરંતુ સક્રિય કેસ 569 દિવસ બાદ સૌથી ઓછા

ભારતમાં 18 ડિસેમ્બરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 7145 નવા કેસ સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસ વેરઅંટ ઓમિક્રૉનનુ જોખમ બનેલુ છે. ભારતમાં 18 ડિસેમ્બરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 7145 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 289 લોકોના મોત થયા છે અને રિકવરી સંખ્યા 8706 કેસ છે. સક્રિય કેસોની કુલ સંખ્યા 84 હજાર 565 છે, જે 569 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં કોરોનાથી મરનાર કુલ દર્દીઓની સંખ્યા 4 લાખ 77 હજાર 158 છે. વળી, કુલ રિકવરી 3,41,71,471 છે. દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 1,36,66,05,173 છે.

corona

દેશમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 51 દિવસથી 15 હજારથી ઓછા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે દેશમાં સક્રિય કેસ કુલ સંક્રમણના 0.24 ટકા શામેલ છે. જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછા છે. દેશમાં કોરોના રિકવરી રેટ 98.38 ટકા નોંધવામાં આવ્યો છે. જે માર્ચ 2020 બાદથી સૌથી વધુ છે.

100થી વધુ થયા ઓમિક્રૉનના કેસ

ભારતમાં કોરોનાના નવા વેરિઅંટના 100થી પણ વધુ કેસ છે. શુક્રવાર(17 ડિસેમ્બર)ના રોજ ઓમિક્રૉનના ભારતમાં 113 કેસ થઈ ગયા છે. આ બધા કેસોમાં ઓમિક્રૉનના હળવા લક્ષણ છે. ઓમિક્રૉનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં છે. ઓમિક્રૉનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો.

ઓમિક્રૉનને લઈને હાલમાં જ આઈઆઈટી કાનપુરના વિશેષજ્ઞોએ પોતાના રિસર્ચમાં કહ્યુ છે કે આ નવા વેરઅંટથી દેશમાં ત્રીજા લહેર આવી શકે છે. જે જાન્યુઆરી, 2022 સુધી આવી શકે છે. વળી, દોઢ લાખ દૈનિક કોવિડ કેસ સાથે ત્રીજી લહેરની પીક ફેબ્રુઆરીમાં આવવાની સંભાવના છે.

English summary
Coronavirus Update: New 7145 Covid-19 cases and 289 death in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X