• search

રાજનાથ સિંહજી જુઓ દાઉદ ઇબ્રાહિમનું ઉત્તર પ્રદેશ કનેક્શન

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  લખનઉ, 23 નવેમ્બરઃ દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર મુતોડ નિવેદન આપતા એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું છેકે પાકિસ્તાન આતંકવાદીઓને પણ આશરો આપે છે. એટલું જ નહીં તેમણે કહ્યું છેકે ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન- અફઘાનિસ્તાન સીમા પર છૂપાયેલો છે. રાજનાથ સિંહનું આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર વિવાદ જરૂર પેદા કરશે પરંતુ એક મહત્વની વાત જેના પર ધ્યાન કરવાની જરૂર છે. જીહાં, એ છેક દાઉદ ઇબ્રાહિમના ઉત્તર પ્રદેશ કનેક્શન.

  આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશ સરકારમાં નગર વિકાસ મંત્રી આઝમ ખાને સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના જન્મ દિવસ પર થવાના ખર્ચ અંગે નિવદેન આપતા કહ્યું કે, જન્મદિનનો આખો ખર્ચ તાલિબાની ફંડથી થઇ રહ્યો છે. એટલું જ નહીં આઝમ ખાને કહ્યું કે ખર્ચમાં કેટલાક પૈસા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને અબુ સાલેમે પણ આપ્યા છે.

  આઝમ ખાને આ નિવેદન કેમ આપ્યું એ તો તેઓ જ જાણે પરંતુ દેશની જાસૂસી એન્જીસી(આઇબી) એ વાતની જડ સુધી પહોંચી ગઇ છેકે દાઉદ ઇબ્રાહિમ અને ઉત્તર પ્રદેશમાં ઉંડુ કનેક્શન છે. દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર ભારતમાં થનારા આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખી છે. આઇબીના અહેવાલ અનુસાર વર્ષ 1999થી 2011ની વચ્ચે ઉત્તર પ્રદેશના ઓછામાં ઓછા 80 નેતાઓના દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધો જાણવા મળ્યા છે.

  dawood-ibrahim
  એટલું જ નહીં એ નેતાઓએ ચૂંટણી જીતવા માટે દાઉદ ઇબ્રાહિમના પૈસાનો ઉપયોગ કર્યો અને સાંસદમાં પહોંચ્યા. અહેવાલ અનુસાર માત્ર 80 સાંસદો જ નહીં પરંતુ લગભગ 100 ધારાસબ્યોએ પણ દાઉદ ઇબ્રાહિમના પૈસા અને તેની અન્ય સેવાઓનો ફાયદો ઉઠાવ્યો. આંકડાઓ પર ધ્યાન આપો તો ઉત્તર પ્રદેશ ડી કંપની માટે સૌથી મનપસંદ જગ્યા છે, કારણ કે આ રાજ્યમાંથી ગેંગને અનેક શાર્પ શૂટર મળી ચૂક્યા છે. પોલીસ પાસે એક સમયમાં જે રિકોર્ડ હયાત હતા તે અનુસાર ડી કંપનીમાં 200 શાર્પ શૂટર હતા, જેમાં 130 માત્ર ઉત્તર પ્રદેશના હતા.

  આ શૂટરોને ઇકબાલ કાસકર હાયર કરતો હતો. એવું લાગતું હતું કે ઉત્તર પ્રદેશના શૂટર પોતાના કામને સારી રીતે કરે છે. મોટાભાગે શૂટરો પર કોઇ રાજકીય હસ્તીની હત્યાનો આરોપ હતો અને ત્યારબાદ તેને ગેંગમાં સામેલ કરી લેવામાં આવ્યા. એટલું જ નહીં કેટલાક શૂટર ડી કંપની અને નેતાઓ વચ્ચે સેતુનું કામ કરે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ડી કંપની માટે એટલે પણ પસંદ છે કે ડ્રગ્સ સપ્લાઇ કરવા માટે અહીં ઘણી સહેલાયથી નિકળીને નેપાળ પહોંચી શકે છે.

  English summary
  Azam Khan, the man with the foot in the mouth disease, on Friday, Nov 21 said that Mulayam Singh's birthday bash was funded by Dawood Ibrahim. Khan is the only person who can explain why he made that statement, but here is an interesting report prepared by our intelligence agencies which goes on to show how deep the nexus between the Dawood Ibrahim gang and Uttar Pradesh has been.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more