
દિલ્હી-NCRમાં નેરોબી જેવા આતંકી હુમલાનો ખતરો
નવી દિલ્હી, 5 ઓક્ટોબર: દિલ્હી-એનસીઆરના મોલ્સમાં કેન્યાના નેરોબી જેવો આતંકી હુમલો થઇ શકે છે. આગામી તહેવારો સિઝનમાં આતંકવાદીઓ આ પ્રકારનો હુમલો કરી શકે છે. થોડા દિવસો પહેલાં મળેલા આ પ્રકારના ઇનપુટ્સથી દેશની સુરક્ષા એજન્સીઓ સહિત દિલ્હી પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે.
દેશના ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસે આ અંગે ચેતાવણી આપી છે. દેશની બોર્ડર પર આતંકવાદીઓ તથા ઘૂસણખોરોની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના ખાસ પોલીસ કમિશનર સ્તરના અધિકારીએ આ પ્રકારના ઇનપુટ મળ્યા હોવાની વાત કરી છે.
ઇનપુટ્સ મળ્યા બાદ દિલ્હી પોલીસે હાઇ એલર્ટ પર આવી ગઇ છે. અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક વર્ષોથી અંડરગ્રાઉન્ડ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાએ દિલ્હી-એનસીઆરમાં નેરોબી જેવા આતંકી હુમલો કરવાની જવાબદારી ઉપાડી છે.
લશ્કરના કેટલાક આતંકવાદીઓ ભારતની સીમામાં પ્રવેશી ચૂક્યાં છે. ગૃહ મંત્રાલય રાજ્યોની પોલીસના સંપર્કમાં છે. મધ્યપ્રદેશના ખંડવાની જેલમાંથી ફરાર થયેલા સીમીના છ આતંકવાદીની ઘટનાને પણ આ ઇનપુટ્સ સાથે જોડીને જોવામાં આવે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બની શકે કે આ ઘટના અચાનક થઇ હોય, પરંતુ એમપણ બની શકે કે આ દેશમાં હુમલાનું કાવતરું પણ હોઇ શકે.
વધારવામાં આવી મોલ્સની સુરક્ષા
દિલ્હી પોલીસે મોલ્સની સુરક્ષાનો રિવ્યૂ કરી સુરક્ષા વધારી દિધી છે. દરેક મોલની સામે પોલીસની એક ઇવીઆર, બે બાઇક ગોઠવવા ઉપરાંત એક-એક કોબરા વાન ગોઠવવામાં આવી છે. કોબરા વાનમાં આધુનિક હથિયારો સજ્જ દિલ્હી પોલીસના કમાન્ડો ગોઠવેલા રહેશે. આ ઉપરાંત દરેક મોલમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી સુરક્ષા ઉપાય અપનાવવા માટે લોકોને સચેત કરવામાં આવી શકે. મોટા બજારોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.