• search

સરકારની દરેક કામગીરી અંગે જાણકારી મેળવો ઘર બેઠા

By desk
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  સત્તામાં આવતી દરેક સરકાર સાથે પ્રજાજનોની આશાઓ બંધાયેલી હોય છે. સરકાર એ આશાઓ પૂરી ન કરી શકે, તેમણે લોકોને આપેલ વાયદાઓ પૂર્ણ ન કરી શકે ત્યારે પ્રજા પોતાનો જવાબ મત દ્વારા આપે છે અને સત્તામાં નવી સરકારનું નિર્માણ થાય છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે પણ પ્રજાને તેમની પાસેથી ઘણી આશા હતી. મોદી સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે તેમની પાસે આ મુખ્ય કામો હતા, લોકોને કરેલ વાયદાઓ પૂરા કરવા અને સરકારમાં લોકો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો.

  piyush goyal

  વર્ષ 2014 સુધીમાં પ્રજાજનોએ પડદા પાછળ નિર્ણયો લેતી અને આરટીઆઇ(રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના નામે એની ધૂંધળી ઝલક આપતી સરકારની વ્યવસ્થા નકારી કાઢી હતી. આરટીઆઇ દ્વારા લોકો સરકારના કામ અંગે વિગતવાર જાણકારી મેળવી શકે એમ નહોતું, આ પ્રજાનો હક હોવા છતાં અનેક લોકો આરટીઆઇની પ્રક્રિયાની પહોંચથી ઘણા દૂર હતા. જો કે, હવે સમય બદલાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વીજળી, નવીન અને નવીનીકરણીય ઊર્જા અને ખાણ વિભાગે અમારા નિર્ણયો, પ્રગતિ અને લક્ષ્યોને મોબાઇલ એપ દ્વારા ડિજિટલ સ્વરૂપ આપ્યું છે. જેથી પીએમ મોદીએ પ્રજાને કરેલ રાઇટ ટુ એ ટ્રાન્સફોર્મ ઇન્ડિયાનો વાયદો પૂરો થાય.

  વિવિધ એપ્સ

  આ સરળતાથી વાપરી શકાય એવી એપ છે, જેનો મુખ્ય ફાયદો એ છે સરકારની કામગીરીમાં પારદર્શિતા આવી છે અને આ માહિતી લોકોના મોબાઇલ ફોનમાં ઉપલબ્ધ છે. શું તમે જાણવા માંગો છો કે, તમારા જિલ્લામાં હજુ કયા ગામમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી? તો GARV પર લોગ ઇન કરો. તમારી વીજ કંપની વીજળીના કેટલા ભાવ ચૂકવે છે? આ જાણવા માટે MERIT ખોલો. હવે પાવર કટ ક્યારે થશે? એ જાણવા માટે URJA Mitra પર લોગ ઇન કરો. પાવર કટ પહેલાં આ એપ તમને એડવાન્સમાં નોટિફિકેશન મોકલશે.

  TAMRA અને TARANG

  સરકારની વિવિધ યોજનાઓ, આ માટે સરકારે મેળવેલ પરવાનગીઓ અને સ્વીકૃતિ અંગે માહિતી મેળવવા માટે TAMRA અને TARANG એપ પર જાઓ, અહીં તમને સરકારની યોજનાઓ હાલ કયા તબક્કામાં ચાલી રહી છે, એની માહિતી મળશે. એ સાચી વાત છે કે, વર્ષ 2014 પહેલાં ખાણોની હરાજી લગભગ બંધ થઇ ગઇ હતી. છેલ્લા ત્રણ વર્ષોમાં સરકારને ખનીજ ઉત્પાદન કરનારા રાજ્યો 29 ખાણના બ્લોકમાંથી લગભગ 1.22 લાખથી વધુ વકરો થયો છે. આ અંગે વધુ જાણકારી તમને TAMRA પર મળી રહેશે. યોજનાઓના સમયસર અમલીકરણ અને પ્રગતિની દિશામાં તથા ટ્રાન્સમિશન નેટવર્કને વિસ્તારવામાં TARANG એપ એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વર્ષ 2014થી 2017 દરમિયાન કમિશન કરવામાં આવેલ યોજનાઓનું મૂલ્ય વર્ષ 2011થી 2014 વચ્ચે કમિશન કરવામાં આવેલ યોજનાના મૂલ્ય કરતાં 83 ટકા વધુ છે. વળી, ભારતની ટ્રાન્સમિશન ક્ષમતામાં માત્ર વર્ષ 2014થી 2017 દરમિયાન જ 40 ટકાની વૃદ્ધિ થઇ છે.

  GARV

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2015ના સ્વતંત્રતા દિવસના ભાષણને કારણે દેશના અનેક દેશવાસીઓના મનમાં વીજળીની સુવિધાથી વંચિત રહેલા લોકો પ્રત્યે સંવેદના ઊભી થઇ હતી. તેમણે 1000 દિવસની અંદર ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પહોંચાડવાનું નક્કી કર્યું હતું અને આ કામમાં સરકારની પ્રગતિ અંગે જાણવા લોકો ઉત્સુક હતા. લોકો સુધી આ માહિતી પોહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે GARV એપ. અહીં તમે ગામની સૂચિ સાથે જાણી શકો છો કે ત્યાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ. તો GARV 2માં વસતી પ્રમાણે માહિતી અને વિગતો મેળવી શકાશે. આ માહિતીને વધુ અર્થસભર બનાવવા માટે એમાં ગામોનો વિગતવાર અભ્યાસ કરીને પણ માહિતી ઉમેરવામાં આવી છે, જે અનુસાર લોકોને જે-તે ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ મળે છે. જેમ કે, વીજળી આવ્યા બાદ ગામમાં કેટલી દુકાનો, ઘંટીઓ બનાવવામાં આવી.

  MERIT

  DISCOMમાંથી કરવામાં આવતી વીજ-ઊર્જાની ખરીદી પર ભ્રષ્ટાચારની અસર જોવા મળતી હતી. હવે MERIT એપ અને વિદ્યુત પ્રવાહે વિવેકબુદ્ધિથી કામ લઇ ખર્ચમાં ઘટાડો કર્યો છે. હવેના 5 વર્ષોમાં MERIT દ્વારા વીજળી પ્રાપ્ત કરવાના ખર્ચમાં તથા લોકોના વીજળીના બિલ ઘટાડવાની સાથે 20 હજાર કરોડની બચત થશે એમ માનવામાં આવી રહ્યું છે. UDAY અને URJA એપ તો આનાથી પણ એક પગલું આગળ છે અને તેમાં રાજ્ય, શહેર, DISCOM વગેરે જેવા માપદંડોને આધારે આ યોજનાની પ્રગતિને રેન્ક આપવામાં આવ્યા છે.

  UJALA

  UJALA એપ એલઇડી બલ્બનું સૌથી ઝડપી વિતરણ ઉપયોગમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય ધોરણે પણ ઘણીવાર આ એપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આના નિર્માણ તથા વિચાર પાછળ પણ એક રસપ્રદ તથ્ય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 204 કોલ બ્લોક્સ રદ્દ કરાયા બાદ પીએમ મોદીએ મને પૂછ્યું કે, અત્યાર સુધીમાં કેટલા એલઇડી બલ્બનું વિતરણ થયું છે. મારી પાસે ત્યારે ચોક્કસ આંકડો નહોતો, આથી મેં તેમને કહ્યું કે, હું ચેક કરીને જણાવીશ. ત્યારે વડાપ્રધાને મને યોજનાઓના નિયમિત નિરિક્ષણનું મહત્વ સમજાવ્યું. આથી મેં મારી ટીમને એવું પોર્ટલ બનાવવા જણાવ્યું, જેના દ્વારા ગમે તે વ્યક્તિ, ગમે તે સમયે અને ગમે ત્યાંથી કુલ કેટલા એલઇડી બલ્બનું વિતરણ થયું છે એ અંગે જાણી શકે. અહીં વિતરણ થયેલ એલઇડી બલ્બનો આંકડો જ નહીં, પરંતુ કેટલા CO2 એમિશન અવગણી શકાયા છે, કેટલી ઊર્જા બચી છે તથા લોકોએ વીજળીના બિલમાં કેટલા રૂપિયાની બચત કરી છે એની પણ માહિતી મળે છે. આ કારણે જ આ એપ ખૂબ લોકપ્રિય થઇ અને આ યોજનાના પ્રચારમાં પણ મદદ મળી.

  MSS, ARUN

  જમીન નીચે ખાણમાં શું થઇ રહ્યું છે, એના પર પ્રકાશ પાડતી એપ એટલે માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમ(MSS). યોગ્ય માહિતીની સાથે અહીં તમે ગેરકાયદે માઇનિંગ અંગે ફરિયાદ પણ કરી શકો છો, જ્યારે Coal Mitra સૌથી કાર્યક્ષમ થર્મલ પાવર પ્લાન્ટ અંગે માહિતી આપશે. ARUN એપ તમને તમારી અગાશી પર જાતે સોલર ઇન્સ્ટોલેશન કરતા શીખવશે, સાથે જ સરકારી કામગીરી અંગેની જાણકારી, ઇન્સ્ટોલેશનનો ખર્ચ અને રીત વગેરે અંગે માહિતી પૂરી પાડે પાડશે.

  હવે તમને સવાલ થશે કે, કેટલી બધી એપ છે? આ બધી એપ શોધવી ક્યાં? પ્રજાજનોને આ બધી એપ અંગે જાણકારી કઇ રીતે આપવી? આ માટે તમારે માત્ર 1-800-200-300-4 પર મિસ કોલ આપવાનો રહેશે. મિસ કોલ કર્યા બાદ તમને લિંક મોકલવામાં આવશે, જેના દ્વારા તમે તમને ગમતી એપ ડાઉનલોડ કરી શકો છો.

  (આ લેખના લેખક શ્રી પિયુષ ગોયલ છે, જે ઊર્જા, ખાણ, નવીન અને નવીનકરણીય ઊર્જા અને ખાણના મંત્રી છે. આ તેમના લેખનો ગુજરાતી ભાવાનુવાદ છે.)

  English summary
  Delivering on RTI- Right to a Transformed India.By Piyush Goyal

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more