For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદ ભંગ કરવાની માંગણી સાંસદોનું અપમાન: લાલૂ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lalu-prasad-yadav
રેવાડી, 3 નવેમ્બર: વ્યંગબાણ માટે જાણીતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવે ફરી એકવાર અહિંસાવાદી અણ્ણા હઝારે અને તેમની નવી ટીમના સંભવિત સભ્યો પર નિશાન તાક્યું છે. લાલૂએ કહ્યું હતું કે પૂર્વ સેના પ્રમુખ જનરલ વી કે સિંહની સંસદ ભંગ કરવાની માંગ સાંસદોના અપમાન સમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે સાથે પૂર્વ સેના પ્રમુખ વી કે સિંહે મુંબઇમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સંસદનો ભંગ થવો જોઇએ પરંતુ તેમની પાસે તે શક્તિ નથી, માટે અમે 30 જાન્યુઆરીના રોજ દેશભરમાં જઇશું અને લોકોને જણાવીશું કે કેવી રીતે જનતાના પ્રતિનિધી જે સંસદમાં બેઠાં છે તેમને ભષ્ટ્રાચાર આચરી દેશને દૂષિત કર્યો છે.

જનરલ વી કે સિંહે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે ખુલીને વિરોધ જાહેર કરવો જોઇએ કારણ કે હાલની સરકાર પોતાના ખોટા નિર્ણય વડે જનતાની કમર ભાગી રહી છે.

English summary
Demand for Parliament's dissolution as insult to MPs Said Lalu Prasad Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X