• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય સેનાના 10 સૌથી શક્તિશાળી હથિયાર, જે છે સેનાની ઢાલ

By desk
|

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં એટલા તણાવગ્રસ્ત છે કે બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકાઓએ જન્મ લઇ લીધો છે. યુદ્ધ થશે કે નહિ એ તો કોઇ નથી જાણતું પરંતુ જો યુદ્ધ થશે તો ભારતીય સેનાઓ દુશ્મનને વળતો જવાબ આપવાની પૂરી તાકાત ધરાવે છે. ભારતીય સેનાઓ દુનિયાની અમુક સૌથી શક્તિશાળી સેનાઓમાં શામિલ છે.

ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો

આપણી સેનાઓ કે જે યુદ્ધના મેદાનમાં દુશ્મનને ક્ષણભરમાં ધૂળ ચટાવી શકે છે અને આપણા સૈનિકો દુનિયાના સૌથી બહાદૂર યોદ્ધાઓમાં શામિલ છે. જ્યારે આપણી સેનાઓની બહાદૂરીની વાત ચાલી છે તો ચાલો એ 10 હથિયારો વિશે વાત કરીએ જે આપણી સેનાઓને યુદ્ધના મેદાનમાં વધુ શક્તિશાળી બનાવે છે. જાણો એ 10 હથિયારો વિશે જે સેનાઓની તાકાતમાં બમણો વધારો કરે છે..

સુખોઇ

સુખોઇ

ઇંડિયન એરફોર્સમાં તૈનાત, દુનિયાના એડવાંસ્ડ જેટ્સમાંથી એક સુખોઇ એમકેઆઇ-30. ખૂબ દૂર સુધી દુશ્મનને મારી શકનાર અને મલ્ટી રોલ એવુ આ ફાઇટર જેટ. હાલમાં રશિયા એચએએલ સાથે મળીને ભારત માટે પાંચમી પેઢીના સુખોઇ જેટ્સનું નિર્માણ કરી રહ્યું છે.

બ્રહ્મોસ મિસાઇલ

બ્રહ્મોસ મિસાઇલ

રશિયા અને ભારતનું સંયુક્ત સાહસ છે બ્રહ્મોસ મિસાઇલ. આ મિસાઇલને કોઇ પણ પ્લેટફોર્મથી લોંચ કરી શકાય છે. નવ મીટર લાંબી આ મિસાઇલ ત્રણ ટન સુધીનું વજન ઉઠાવી શકે છે. તે હાલમાં ઇંડિયન નેવીની બધી મોટી વૉર શિપ્સ પર ડિપ્લોય થઇ ચૂક્યૂ છે.

આઇએનએસ ચક્ર

આઇએનએસ ચક્ર

આઇએનએસ ચક્ર તે "કે- 152 નેરપા" નામથી જાણીતુ છે અને રશિયાની આ અકુલા-2 કેટેગરી પનડુબ્બીને રશિયા પાસેથી ભારતે એક અબજ ડૉલરના સોદાથી 10 વર્ષ માટે લીધું છે. ઇંડિયન નેવીમાં શામિલ કરતા પહેલા તેનુ નામ બદલીને આઇએનએસ ચક્ર કરી દેવામાં આવ્યું હતુ. આ પનડુબ્બીનું વજન 8,000 ટન છે.

અવૉક્સ

અવૉક્સ

ફાલ્કન અવૉક્સ ભારતે મોડે મોડે પણ એરબૉર્ન અર્લી વૉર્નિંગ સિસ્ટમ એટલે કે અવૉક્સના ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી. પરંતુ આજે અવૉક્સના ક્ષેત્રમાં દુનિયા ભારતને સલામ કરે છે. અવૉક્સની મદદથી આપણી સેના 10 ગણી ઝડપથી પોતાનો ટાર્ગેટ શોધી શકે છે.

આઇએનએસ વિક્રમાદિત્ય

આઇએનએસ વિક્રમાદિત્ય

આઇએનએસ વિક્રમાદિત્ય ભારતનું સૌથી મોટુ એરક્રાફ્ટ કેરિયર, જેને રશિયાથી ખરીદવામાં આવ્યું છે. આઇએનએસ વિક્રમાદિત્યનું વજન 45,000 ટન છે અને ભારતીય મહાસાગરમાં આ સૌથી શક્તિશાળી વૉરશિપ છે. તેના પર મિગ- 29 ના ફાઇટર્સની સાથે સાથે 6 હેલિકૉપ્ટર પણ ડિપ્લોય કરી શકાય છે.

ટી-90

ટી-90

ઇંડિયન આર્મીએ ટી-90 ભીષ્મ ટેંકોને ટી-55/72 ટેંકોના બદલે પસંદ કર્યા છે. ભીષ્મ ટેંકનું વજન 48 ટન છે અને તેમાં ત્રણ લોકો ક્રૂ મેમ્બર તરીકે સમાઇ શકે છે. સાથે જ તેમાં 125 એએમની બંદૂક માટે એક ઑટોલોડર પણ આપેલ છે, આ ટેંકના બેરલથી એંટી ટેંક મિસાઇલ ઇનવૉરને સરળતાથી ફાયર કરી શકાય છે.

પી-81 નેપ્ચ્યૂન

પી-81 નેપ્ચ્યૂન

ભારત પાસે 7500 કિમી લાંબો દરિયાકિનારો અને સેંકડો ટાપુઓ છે જેની સુરક્ષા જરુરી છે. ભારત પાસે ઉપલબ્ધ સર્વિલાંસ એરક્રાફ્ટ આની જરુરતને પૂરી કરે છે. આ એરક્રાફ્ટ 2000 કિમીનું અંતર ચાર કલાક સુધી નિરંતર કાપી શકે છે.

નાગ

નાગ

નાગ મિસાઇલ કેરિયર ભારત પાસે કદાચ દુશ્મનોને ડરાવવા અને પાછળ રાખવા માટેનું સૌથી કારગત હથિયાર છે. નાગ મિસાઇલ કેરિયરે 5 કિમી સુધીની રેંજમાં હાજર ટાર્ગેટને સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યુ છે. દિવસ હોય કે રાત આ મિસાઇલ કોઇ પણ પરિસ્થિતિમાં દુશ્મનનો સફાયો કરી શકે છે.

બીએમસી

બીએમસી

બેલેસ્ટીક મિસાઇલ ડિફેંસ સિસ્ટ્મ બીએમસી ભારતીય સેનાઓનું એ હથિયાર છે જે મુશ્કેલીની ઘડીમાં ઓછામાં ઓછા સમયમાં પણ ઓછા કે વધુ અંતરે રહેલા દુશ્મનને ખતમ કરી શકે છે. તે શૉર્ટ નોટિસ પર પણ બધા જ મોટા શહેરોની રક્ષામાં તરત જ ડિપ્લોય થઇ શકે છે.

પિનાક

પિનાક

પિનાક મલ્ટીપલ લૉંચ રૉકેટ સિસ્ટમને વર્ષ 1998 માં સેવામાં લેવામાં આવ્યું હતું. તે 40 કિમી સુધીની રેંજની સિસ્ટમ છે જેમાં 12 રૉકેટ્સને લોડ કરી શકાય છે. તેનું ઇમ્પ્રુવ્ડ વર્ઝન 65 કિમીની રેંજના રૉકેટ સાથે હાલમાં સેવામાં છે.

English summary
Do you know indian military has these 10 strongest weapons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X