For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરભનું મોત હવામાનના કારણે થયું હશેઃ મલિક

By Super
|
Google Oneindia Gujarati News

rahemanmalik
નવીદિલ્હી, 15 ડિસેમ્બરઃ પાકિસ્તાનના આંતરિક મામલાના મંત્રી રહમાન મલિકે કહ્યું કે તે નથી જાણતા કે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા બંધક બનાવવા આવેલા ભારતીય સેનાના અધિકારી કેપ્ટન સૌરભ કાલિયાનું મોત પાકિસ્તાની સેનાની ગોળીથી થયું કે પછી હવામાનના કારણે.

મલિકે ભારત પહોંચ્યા પછી સૌરભ કાલિયા સાથે જોડાયેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જ્યારે સરહદ પર લડાઇ ચાલી રહી હતી.. હું ખરેખર નથી જાણતો કે પાકિસ્તાની સેનાની ગોળીથી મર્યા કે પછી તેમનું મોત હવામાનના કારણે થયું.

મેં આ કેસની સંપૂર્ણ તપાસ નથી કરી, આ મામલો મારા સામે થોડાક દિવસ પહેલાં જ આવ્યો છે, પરંતુ શહીદ જવાનના પિતા સાથે હાથ મિલાવીને મળવા ઇચ્છીશ અને જાણવા માંગીશ કે આખરે તેમના પુત્ર સાથે શું થયું હતું, તેમણે આગળ કહ્યું હતું.

રહમાન મલિક ભારતમાં ત્રણ દિવસીય પ્રવાસ પર છે અને આ દરમિયાન ઘણા મહત્વના કરાર થાય તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન સૌરભ કાલિયા અને અન્ય પાંચને પાકિસ્તાની સેના દ્વારા બંધક બનાવી લીધા હતા. પાકિસ્તાની સેનાએ સૌરભ કાલિયાને 22 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા હતા, બાદમાં નવ જૂન 1999એ તેમનો મૃતદેહ ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યું હતું.

કેપ્ટન અને અન્ય પાંચ સૈનિકોના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાની સેનાએ તેમને અસહ્ય યાતના આપી હતી. તેમને ગોળી મારી તેના પહેલાં પાકિસ્તાનની સેનાએ તેમને સિગારેટના દામ અને ગરમ સળિયાઓથી કાન ફોડવા ઉપરાંત શરીરના ઘણા અંગો પણ કાપી નાંખ્યા હતા.

English summary
Rehman Malik says that weather may have killed Captain Saurabh Kalia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X