• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચૂંટણી સમયે આર્થિક સંકટ : UPA માટે ઇધર કુઆ ઉધર ખાઇ જેવી સ્થિતિ

|

ખાદ્ય સુરક્ષા બિલને મળેલી મંજૂરીને પગલે હરખપદુડી બનીને ફરી રહેલી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર માટે સફળતાની ખુશી મનાવવાનો સમય પણ રહ્યો નથી. કેન્દ્રની યુપીએ સરકાર માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઉભી થઇ છે. મોંઘવારી, ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડી નેતાઓના ચૂંગલામાંથી માંડ પોતાનો છેડો ફાડી શકનાર કોંગ્રેસ સામે મહિલાઓની અસુરક્ષા અને હવે આર્થિક સંકટની સમસ્યા ઉભી થઇ છે. આવા સમયમાં નજીક આવી રહેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ત્યાર બાદ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાઓથી બચવું યુપીએ અને કોંગ્રેસ માટે તલવારની ધાર પર ચાલવા જેવું છે. સરકારના સપનાં ક્યાં ચકનાચૂર થયા અને હવે શું કરી શકાય તે અંગે આવો જાણીએ...

ચૂંટણી સમયે જ સમસ્યા વધી

ચૂંટણી સમયે જ સમસ્યા વધી

સરકાર માટે સંકટની સ્થિતિ વધારે નાજુક એટલા માટે છે કે ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાવા જઇ રહી છે. આવા સમયે સરકારનું એક પણ ખોટું પગલું સ્થિતિને બદથી બદતર બનાવી શકે છે. જેના પરિણામે સરકારે લોકોનો વિશ્વાસ ગુમાવવો પડી શકે છે અને તેની સીધી અસર વોટ બેંક પર પડી શકે છે

વિપક્ષ ઉઠાવશે બમણો ફાયદો

વિપક્ષ ઉઠાવશે બમણો ફાયદો

યુપીએ સરકારની કપરી સ્થિતિનો ફાયદો વિપક્ષ બમણી રીતે ઉઠાવશે. આર્થિક સંકટના મુદ્દાને વિપક્ષ ચૂંટણી પ્રચાર દરમિયાન એક મુદ્દો બનાવીને ઉપયોગમાં લેશે. બીજી તરફ અકળાયેલા લોકો યુપીએના સાથી પક્ષોને મત આપવાના પોતાના વિકલ્પમાંથી બાકાત કરે અને અન્ય પાર્ટીઓને મત આપે તો સરકારના હાથમાંથી સત્તા સરકી શકે છે.

અર્થતંત્રનું ભોપાળું

અર્થતંત્રનું ભોપાળું

દેશના અર્થશાસ્ત્રીઓ આશા રાખીને બેઠા હતા કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ધરેલુ ઉત્પાદન એટલે કે જીડીપી વિકાસ દર પાંચ ટકાથી વધારે રહેશે એવી આશા રાખી રહ્યા હતા. કારણ કે પાછલા ત્રિમાસિક ગાળામાં જીડીપી 4.9 ટકા જેટલો રહ્યો હતો. લોકોને આશા હતી કે આ વખતે સ્થિતિ સુધરશે. પરંતુ ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને પગલે ભારતીય અર્થતંત્રનું ભોપાળું નીકળી ગયું. દેશના અર્થતંત્રમાં સક્કરવાર વળવાને બદલે કચ્ચરઘાણ નીકળી ગયો.

વડાપ્રધાનનું આશ્વાસન અર્થતંત્રને આપશે શ્વાસ?

દેશની આર્થિક સ્થિતિ અંગે સંસદમાં બોલતા દેશના અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહે ધીરે ધીરે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહેલી આર્થિક મંદી અંગે જણાવ્યું કે ભારત સરકારે નજીકના ભવિષ્યમાં અસરકારક પગલાં ભરવાની જરૂર છે. જેથી અર્થવ્યવસ્થાની ગાડી ફરી પાટે ચઢાવી શકાય. અમે રૂપિયાને પણ મજબૂત કરવાના પગલાં ભરીશું. જો કે વડાપ્રધાનનું આ આશ્વાસન અર્થતંત્ર માટે નવો શ્વાસ બની રહે તેવી શક્યતા હાલના તબક્કે ઓછી છે કારણ કે પગલાં લેવાયા હોત તો આજે આટલી ખરાબ સ્થિતિ ના હોત.

મંદીના કારણો ખબર છે પણ ઉપાયોનું શું?

મંદીના કારણો ખબર છે પણ ઉપાયોનું શું?

દેશ આર્થિક સંકટની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. દેશના આર્થિક એક્સપર્ટ્સે આ મંદી પાછળના કારણોની ભાળ મેળવી લીધી છે. તેમનું કહેવું છે કે આર્થિક સંકટ માટે એક નહીં અનેક કારણો જવાબદાર છે. એક કારણ એ છે કે અનેક યોજનાઓ અટકી પડેલી છે. આવું એટલા માટે થયું કે સરકાર શાસકીય સ્તરે યોજનાઓ લાગુ કરી શકી નથી. કારણ કે યોજનાના અમલીકરણમાં પર્યાવરણ મંત્રાલય અથવા જમીન સંપાદનના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સરકારને સમસ્યા ખબર છે પરંતુ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે અંગે અંધારામાં ગોળીબાર કરી રહી હોવા જેવી સ્થિતિ છે.

રોકાણ ઘટી રહ્યું છે

રોકાણ ઘટી રહ્યું છે

અનેક સરકારી યોજનાઓ અટકી પડી છે જેના કારણે રોકાણકારો નિરાશ થઇ રહ્યા છે. હવે રોકાણકારો પણ રોકાણ કરતા અચકાઇ રહ્યા છે. જેના કારણે રોકાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેની સીધી અસર અર્થતંત્રના સંચાલન પર પડી રહી છે.

મોંઘવારીનો રાક્ષસ કોને ભરખી ગયો?

મોંઘવારીનો રાક્ષસ કોને ભરખી ગયો?

મોંઘવારીને કારણે ફુગાવો વધ્યો છે. જેના કારણે માંગમાં ઘટાડો થયો છે. તેના પરિણામે ઉત્પાદન ઘડ્યું છે. બીજી તરફ રૂપિયાનું મૂલ્યુ ઘટ્યું છે. જેના કારણે વ્યાજ દરો વધ્યા છે. જેના કારણે માર્કેટમાં ઉધાર મેળવીને રોકાણ કરવાનું સાહસ ખેડવા ઝડપથી કોઇ તૈયાર નથી. આવી સ્થિતિમાં માર્કેટમાં નાણાનો પ્રવાહ ઘટી ગયો છે. જેની વિપરીત અસર અર્થતંત્ર પર પડી રહી છે.

સરકાર આકરા પગલા ભરશે

સરકાર આકરા પગલા ભરશે

ઘેરા બની રહેલા આર્થિક સંકટમાંથી દેશને ઉગારવા માટે સરકારે આકરા પગલાં ભરવા પડશે. જેનો માર દેશની પ્રજાએ જ સહન કરવો પડશે. સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતો વધારવા જેવા પગલાં લેવા પડશે. આ પાછળનું લોજિક એવું છે કે પેટ્રોલની કિંમતો વધશે તો વપરાશ ઘટશે જેથી આયાત ઘટશે જેના કારણે વિદેશી મુદ્રાની ચૂકવણી ઓછી કરવી પડશે અને અર્થતંત્રને મદદ મળશે.

ઉપાયની અવળી અસર

ઉપાયની અવળી અસર

સરકાર કડક પગલાં તો લેશે પણ તેની વિપરીત અસર પણ પડી શકે છે. જેમ કે સરકારના પગલાંથી આર્થિક પડકારો વધે તો કંપનીઓ દ્વારા ખર્ચમાં કાપ મૂકવા માટે કર્મચારીઓને છૂટા કરવાના પગલાં ભરે એવી સ્થિતિ પણ આવી શકે. જેના કારણે દેશે બેરોજગારીની સમસ્યાનો સમાનો કરવો પડી શકે છે.

સારો વરસાદ સરકારની મદદે

સારો વરસાદ સરકારની મદદે

આવી સ્થિતિમાં વર્તમાન સમયમાં એક જ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહ્યું છે. જેના કારણે સરકારની આશાઓ વધી છે. પાક આવતા માર્કેટમાં મોંધવારી ઘટશે એવી શક્યતા સરકાર જોઇ રહી છે.

ચૂંટણી સમયે જ સમસ્યા વધી

સરકાર માટે સંકટની સ્થિતિ વધારે નાજુક એટલા માટે છે કે ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાવા જઇ રહી છે. આવા સમયે સરકારનું એક પણ ખોટું પગલું સ્થિતિને બદથી બદતર બનાવી શકે છે. જેના પરિણામે સરકારે લોકોનો વિશ્વાસ ગુમાવવો પડી શકે છે અને તેની સીધી અસર વોટ બેંક પર પડી શકે છે.

English summary
Economic crisis : UPA have to handle problem wisely in election time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more