For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનુ કામ આજથી શરૂ, તૈયાર કરાયા ક્વૉરંટીન સેન્ટર

કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન લાગુ થયા બાદ વિદેશમં ફસાયેલા ભારતીય નાગરિકોના વતન વાપસીની પ્રક્રિયા આજથી(7 મે) તબક્કાવાર રીતે શરૂ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન લાગુ થયા બાદ વિદેશમં ફસાયેલા ભારતીય નાગરિકોના વતન વાપસીની પ્રક્રિયા આજથી(7 મે) તબક્કાવાર રીતે શરૂ થઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે લોકો વિદેશથી પાછા આવશે તેમને નિયમ અનુસાર ક્વૉરંટીનની પ્રક્રિયા પૂરી કરવી પડશે. ક્વૉરંટીન સેન્ટર એરફોર્સ, આર્મી અને નેવીએ તૈયાર કર્યા છે. ક્વૉરંટીન પૂરુ થયા બાદ આ લોકો પોતાના ઘરો માટે આગળની યાત્રા કરી શકશે.

corona

સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે સઉદી અરબ, કુવૈત, સંયુક્ત અરબ અમીરાત, બહેરીન અને મલેશિયામાં ફસાયેલા લોકો માટે સેના, વાયુસેના અને નૌકાદળે જોધપુર, જેસલમેર, ભોપાલ, કોચ્ચિ, વિશાખાપટ્ટનમ અને ચેન્નઈમાં ક્વૉરંટીન સેન્ટર બનાવ્યા છે જ્યાં આ લોકોને રાખવાાં આવે. નૌકાદળ સૈનિક જહાજોમાં પણ વિદેશમાં ફસાયેલા લોકોને લાવવામાં આવી રહ્યા છે. આ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર બળોએ ઘણા દેશો માટે ચિકિત્સા ટીમો અને સહાયતા આપૂર્તિ સાથે નૌકાદળના જહાજોને મોકલ્યા છે. વાપસીમાં આ જહાજોમાં ત્યાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે માત્ર એ લોકોને પાછા આવવાની અનુમતિ આપવામાં આવશે જેમાં કોવિડ-19ના લક્ષણ નથી. ઉડાન પહેલા યાત્રીઓની મેડીકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે ભારતીયોમાં ખાંસી, તાવ કે શરદીના લક્ષણો મળશે તેમને યાત્રાની અનુમતિ આપવામાં આવશે નહિ. વિમાન અને યુદ્ધપોતથી યાત્રાની વ્યવસ્થા કરવામાં આવશે અને આનો ખર્ચ યાત્રીઓએ ઉઠાવવો પડશે.

મંત્રાલયે કહ્યુ કે ભારત આવ્યા બાદ બધા યાત્રીઓની ચિકિત્સા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને 14 દિવસ માટે ક્વૉરંટીન સેન્ટરમાં રાખવામાં આવશે. ભારતીય દૂતાવાસ અને ઉચ્ચાયોગ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની એક યાદી તૈયાર કરી રહ્યુ છે. આ સુવિધા ચૂકવણીના આધાર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય નાગરિક વિદેશમાં ફસાયેલા છે. જેમને વિશેષ વિમાનોથી પાછા લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ વિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ આંધ્ર પ્રદેશ સરકાર મૃતકના પરિજનોને આપશે 1 કરોડનુ વળતરઆ પણ વાંચોઃ વિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ આંધ્ર પ્રદેશ સરકાર મૃતકના પરિજનોને આપશે 1 કરોડનુ વળતર

English summary
evacuees stranded in foreign countries will undergo mandatory quarantine as per SOPs run by Army Navy Air Force
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X