For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેન ઉપરાંત કયા કયા છે રેલવેના મહત્વપૂર્ણ ભાગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જૂન: આજે એનડીએ સરકાર પહેલીવર રેલ બજેટ રજૂ કરશે. હવે જોવાનું એ છે કે દેશની જનતાને મોદી સરકારનું આ રેલ બજેટ કેટલો સંતોષ આપી શકે છે. બધાની નજર એ વાત પર ટકેલી છે સત્તામાં આવ્યા પહેલાં ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા હજારો વાયદાઓમાંથી કેન્દ્રની મોદી સરકાર આજે કેટલા વાયદાઓને પુરા કરે છે અને કેટલા વાયદાઓ પર પાણી ફેરે છે. સામાન્ય માણસથી મધ્યમ વર્ગીય જનતા પણ રેલ બજેટની રાહ જોઇ રહી છે અને એવામાં બધાની નજર રેલ મંત્રી સદાનંદ ગૌડા પર ટકેલી છે. દરેક જણ જાણવા માંગે છે કે કેટલી ટ્રેનો તેમના શહેરો માટે આવશે, કઇ-કઇ ટ્રેનોથી તેમની મુસાફરી પર અસર પડી શકે છે અને કયા શહેર માટે સૌથી વધુ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ કે રેલવે સાથે જોડાયેલી કેટલીક વાતોથી જનતા પ્રભાવિત છે અને સરકારે કઇ દિશાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

અહીં પણ ધ્યાન આપે

અહીં પણ ધ્યાન આપે

પાટાઓની સારસંભાળ કેટલી મહત્વપૂર્ણ છે, આ ગત કેટલાક દરમિયાન થયેલા અકસ્માતોથી કદાચ રેલવે મંત્રલાયને સમજાઇ ગયું હશે.

સુરક્ષિત માહોલ આપે રેલવે

સુરક્ષિત માહોલ આપે રેલવે

ટ્રેનોની સાથે-સાથે એ પણ જરૂરી છે કે રેલવે યાત્રીઓને સુરક્ષિત માહોલ આપે. જનશતાબ્દી જેવી ટ્રેનોની એસી કોચમાં લૂંટના કેસ સામે આવી રહ્યાં છે. એવામાં જનરલ કોચમાં અવર-જવર કરનાર મુસાફરોને કેવી સુરક્ષિત અનુભવશે.

સ્વચ્છતા છે જરૂરી

સ્વચ્છતા છે જરૂરી

યાત્રીઓને ટ્રેનોમાં ટોયલેટ સિસ્ટમ, પાણી અને સ્વચ્છ કોચની વ્યવસ્થા પુરી પાડવી રેલવેની જવાબદારી છે. તે તરફ ધ્યાન આપવું અતિ જરૂરી છે.

મૂળભૂત સુવિધાઓ આપે રેલવે

મૂળભૂત સુવિધાઓ આપે રેલવે

આજકાલ સ્ટેશનો પર મૂળભૂત સુવિધાઓ માટે પણ યાત્રીઓને પૈસા આપવા પડે છે. જે થોડા વર્ષો પહેલાં મુસાફર ભાડામાં જ સામેલ હતી. એવામાં યાત્રીઓને વેઇટિંગ રૂમ અને બાકી સુવિધાઓ આપવી રેલવેની પ્રાથમિક જવાબદારી છે.

સ્ટેશન

સ્ટેશન

ટ્રેનોની સાથે-સાથે એક સુવિધાઓથી પરિપૂર્ણ સાફ-સુથરું સ્ટેશન હોવું એકદમ જરૂરી છે. જો કે સ્ટેશનોને અપગ્રેડ કરવા પણ સરકારના બજેટનો મહત્વપૂર્ણ ભાગ હોવો જોઇએ.

સમય અને સ્પીડ છે જરૂરી

સમય અને સ્પીડ છે જરૂરી

ટ્રેનોની સંખ્યા વધારવાથી કંઇપણ પરિવર્તન ના થઇ શકે જ્યાં સુધી ટ્રેનોની સ્પીડ પર ધ્યાન આપવામાં ન આવે. ટ્રેન પોતાના સ્ટેશનો સુધી સમયની સાથે પહોંચે તે એકદમ જરૂરી છે.

કનેક્શન

કનેક્શન

ટ્રેનોની પહોંચ ફક્ત શહેરો અને મહાનગરો સુધી સુમિતિ ના થઇ જાય, તે જોવું પણ એકદમ જરૂરી છે. ટ્રેનોની પહોંચી નાનાથી નાના શહેર સુધી હોવી જોઇએ.

આરામદાયક હોય યાત્રા

આરામદાયક હોય યાત્રા

મુસાફરોને આરામદાયક યાત્રા આપવી પણ રેલવેની જવાબદારી છે. ટ્રેનોમાં યોગ્ય જમવાનું, સ્વચ્છ ચાદર વગેરે ઉપલબ્ધ કરાવવી પણ રેલવેનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

English summary
Today NDA will present it's first rail budget. So, let's see, except trains, what could be more done in Indian railway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X