For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્વાલિયરથી ચૂંટણી લડી શકે છે જનરલ વી કે સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગ્વાલિયર, 27 ઓક્ટોબર: તાજેતરમાં જ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેને મળીને આંતરિક વિરોધો દૂર કરનાર પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહે સંકેત આપ્યા છે કે તે ગ્લાલિયરથી ચૂંટણી લડી શકે છે. તેમને પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે જો લોકો ઇચ્છશે તો તે ગ્વાલિયરથી ચૂંટણી લડી શકે છે.

તેમને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે અણ્ણા હજારેની સાથે છે ન કે અરવિંદ કેજરીવાલની સાથે. વી કે સિંહે કહ્યું હતું કે તે એવા સમયમાં અણ્ણા હજારેની પાસે ગયા હતા જ્યારે અરવિંદ કેજરીવાલ તેમને છોડીને જતા રહ્યાં હતા. વી કે સિંહે પૂર્વ સૈનિકોની માંગણીનું સમર્થન કરતાં કહ્યું હતું કે આ જરૂરી નથી કે સૈનિકોના બધા સંગઠન એક સાથે આવી જાય, જેથી તેમનો અવાજ સાંભળી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં 360 સૈનિક સંગઠન કાર્યરત છે.

vk-singh

આ પહેલાં આ પ્રકારના સમાચાર આવી રહ્યાં હતા કે વી કે સિંહ ભાજપ તરફથી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે કારણ કે અત્યાર સુધી ભાજપ પર આ જ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે તે સોનિયા ગાંધી વિરૂદ્ધ તેમના સંસદીય વિસ્તારમાં નબળા ઉમેદવાર ઉતારતા રહ્યાં છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે વી કે સિંહને જલદી જ ભાજપ ટિકિટ આપી શકે છે.

English summary
Former army chief general V K Singh may contest from Gwalior in upcoming Loksabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X