આર્થિક તેજી માટે કપરા પગલા ભરવા જરૂરીઃ પીએમ

મનમોહનસિંહે કહ્યં કે, અમારા કેટલાક પગલા રાજકિય રીતે ઘણા કપરા હતા અને વિરોધીઓએ અમારી સામે અવરોધ ઉભા કરવાના પ્રયાસો કર્યા. તેમણે કહ્યું કે, આ પગલાનો વિરોધ કરનારાઓને કાંતો વિશ્વની વાસ્તવિકતાની ખબર નથી કે પછી જૂની વિચારધારાના કારણે તેમની વિચારસરણી અવરોધી છે.
સિંહે કહ્યું કે, અમારી સરકારે નકારાત્મક આશાઓના ચક્રને તોડ્યો અને રોકાણમાં ઝડપ લાવી. જે ગતિથી હાલમાં વરસોની ગરબી ઓછી થઇ છે તે સરાહનીય છે. આપણી સામે પડકારો યથાવત છે, તેમ છતાં આપણે એ માનવું છે કે ગરીબી જેવી ગતિથી ઘટી છે, તે છેલ્લા 200 વર્ષમાં થયું નથી.












Click it and Unblock the Notifications
