For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ‘આપ’ને પૂછ્યુ ભાજપે, શા માટે નથી બનાવતા સરકાર?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બરઃ દિલ્હીમાં સરકાર રચાય કે ના રચાય, પરંતુ પ્રશ્નોનો વરસાદ જરૂર થવા લાગ્યો છે. કોઇ પોતાના 18 પ્રશ્નો સાથે ઉભો છે તો કોઇ તેના જવાબમાં પણ પ્રશ્નો કરવાનું શરૂ કરી રહ્યું છે. દિલ્હીમાં સરકારની રચના પ્રશ્નો આધારિત થઇ ગઇ છે. સરકાર રચવાને લઇને કોંગ્રેસ અને ભાજપને 18 પ્રશ્નો પૂછનારી આમ આદમી પાર્ટીને હવે ભાજપે 14 પ્રશ્નો પૂછ્યા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને વિધાયક દળના નેતા ડો. હર્ષવર્ધને અરવિંદ કેજરીવાલની 18 શરતોના જવાબમાં તેમણે 14 પ્રશ્નોના તીર છોડ્યા છે.

harshvardhan-arvind-kejriwal
‘આપ' પર કોંગ્રેસ સાથે સાંઠગાંઠના આરોપ લગાવતા હર્ષવર્ધને કેજરીવાલને 14 પ્રશ્નો પૂછ્યા છે. ભાજપે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને દિલ્હીના લેફ્ટિનેન્ટ ગવર્નર તરફથી મળેલા 5 દિવસ વિતી ગયા છે, પરંતુ હજુ સુધી આમ આદમી પાર્ટી સરકાર બનાવવાનો નિર્ણય કરી શકી નથી. તેમણે કેજરીવાલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું પૂછ્યું છે કે, તેઓ નક્કી કરે કે સરકાર બનાવવાના છે કે નહીં. આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી પાર્ટી ગણાવતા હર્ષવર્ધને અરવિંદ કેજરીવાલને 14 પ્રશ્નો પૂછ્યા છે. હર્ષવર્ધનના નિશાના પર કેજરીવાલની સાથોસાથ કોંગ્રેસ પણ છે. તમને જણાવી દઇએ કે આપ પાર્ટીની શરતોના જવાબમાં કેજરીવાલના કયા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

1. આમ આદમી પાર્ટી જનતાને જવાબ આપે કે દિલ્હીમાં સરકાર બનાવશે કે નહીં?
2. કોંગ્રેસનું સમર્થન લેશે કે નહીં?
3. સરકાર નહીં બનવાના કારણે દિલ્હીમાં વિકાસ બાધિત થઇ રહ્યો છે, તેના માટે આપ દોષી છે કે નહીં?
4. આપ એક તરફ કોંગ્રેસ પર આરોપ લગાવે છે તો બીજી તરફ તેના સમર્થનમાં સરકાર બનાવી રહી છે. શું આ નૂરા કુશ્તિ છે?
5. કોંગ્રેસ અને આપ વચ્ચે શું ‘ડીલ' થઇ છે?
6. ભાજપે જ્યારે સ્પષ્ટ કહીં દીધું કે સરકાર નહીં બનાવે તો ‘આપ'એ ભાજપને પત્ર કેમ લખ્યો?
7. પ્રશાંત ભૂષણે કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તમારા નેતાના આ નિવેદન પર આપ દ્વારા સ્ટેન્ડ સ્પષ્ટ કરવામાં જોઇએ.
8. સરકાર બનાવવાને લઇને આપ દ્વારા ડ્રામાં કેમ કરવામાં રહ્યાં છે?
9. તૌકીર રજાને સમર્થનને લઇને તમે તમારો સ્ટેન્ડ સ્પષ્ટ કરો.
10. શું કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી સમાજસેવક અણ્ણા હજારે કરતા વધુ બુદ્ધિમાન છે?
11. અણ્ણા હજારે દ્વારા પાર્ટી ન બનાવવાની સલાહ કેમ ના માનવામાં આવી?
12. આપ નેતા અમર્યાદિત અને અસંસદીય ભાષાનો પ્રયોગ કેમ કરે છે?
13. શું અણ્ણાના લોકપાલને લઇને આપ જનતાની સલાહ માંગશે?
14. શું આપ પાર્ટીનો ઉદ્દેશ્ય ચૂંટણી લડવાના નામ પર માત્ર ફંડ એકઠું કરવાનો નથીને?

English summary
The BJP has countered the 18 questions posed by the AAP by raising 14 of its own. Party leader Harsh Vardhan called the rookie party the ‘B’ team of the Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X