For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુકેમાં મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન, ભારતની તૈયારીઓ વિશે શું બોલ્યા ડૉ.હર્ષવર્ધન

યુકેમાં આ નવો સ્ટ્રેન મળવા પર સરકારની તૈયારીઓ વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને શું કહ્યુ, જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

Coronavirus Update: બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે. આનાથી ત્યાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. યુકેમાં આ નવો સ્ટ્રેન મળવા પર સરકારની તૈયારીઓ વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યુ છે કે આના માટે ગભરાવાની જરૂર નથી. સરકાર સંપૂર્ણપણે એલર્ટ છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે. વાયરસન આ નવા રૂપ પર ચર્ચા કરવા માટે ભારતમાં આરોગ્ય મંત્રાલયે પોતાની સંયુક્ત નિરીક્ષણ સમૂહ(જેએમજી)ની સોમવારે ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ઘણા દેશોએ પહેલા જ યુકે માટે પોતાની ફ્લાઈટ્સ પર બેન લગાવી દીધો છે. યુકે સરકારે પણ ઘણી જગ્યાએ લૉકડાઉન લાગુ કર્યુ છે.

Dr Harsh Vardhan

કોરોના વેક્સીન પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યુ છે કે આવતા વર્ષે એટલે કે જાન્યુઆરીના કોઈ પણ સપ્તાહમાં ભારતમાં કોરોનાની પહેલી વેક્સીન આપવામાં આવશે. હર્ષવર્ધને કહ્યુ કે સરકાર વેક્સીનની ગુણવત્તા, સુરક્ષા અને તેની ચોક્કસતા માટે કોઈ સમજૂતી કરવા માંગતી નથી. હું વ્યક્તિગત રીતે કહી શકુ છુ કે બની શકે કે જાન્યુઆરીના કોઈ પણ સપ્તાહમાં આપણે ભારતના લોકોને કોરોનાની પહેલી વેક્સીન આપી શકવાની સ્થિતિમાં હોઈશુ.

ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલથી આરોગ્ય મંત્રીએ એ પણ જણાવ્યુ છે કે કાલે એટલે કે 22 ડિસેમ્બરથી ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યુ છે. ફેસ્ટિવલ 22થી 25 ડિસેમ્બર સુધી ચાલશે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનુ આયોજન સમાજમાં સાયન્સ અને ટેકનિક પ્રત્યે જાગૃતિ ફેલવવા માટે કરવામાં આવે છે. આ મહોત્સવનુ આયોજન વિશ્વ વિખ્યાત ભારતીય ગણિતજ્ઞ રામાનુજમની જયંતિના પ્રસંગો કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બરે ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2020ને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરશે. વળી, તેના સમાપન સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભાગ લેશે.

CM કેજરીવાલે UKની બધી ફ્લાઈટ્સ પર બેન લગાવવાની અપીલ કરીCM કેજરીવાલે UKની બધી ફ્લાઈટ્સ પર બેન લગાવવાની અપીલ કરી

English summary
Health Minister Dr Harsh Vardhan on the discovery of the new strain of coronavirus in UK.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X