For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Pradesh Election: 105 વર્ષીય દાદીએ કર્યું મતદાન

Himachal Pradesh Election: સેલ્યુટ, 105 વર્ષીય દાદીએ કર્યું મતદાન

|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં આજે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. સવારના 11 વાગ્યા સુધીમાં માત્ર 17.98% મતદાન જ થયું છે. સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે. ત્યારે 105 વર્ષીય દાદી બધા યુવાનો માટે કર્તવ્યનું ઉદાહરણ બન્યાં છે. 105 વર્ષની ઉંમરે પણ મતદાન કેન્દ્રએ જઈ આ દાદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સમગ્ર સમાજને પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું. દેશના દરેક યુવાનોએ આ દાદી પાસેથી શીખવું જોઈએ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર સુધી જવું જોઈએ. નોંધનીય છે કે 105 વર્ષીય મતદાતા નારો દેવીએ ચુરાહ વિધાનસભા ક્ષેત્રથી મતદાન કર્યું. મતદાન કેન્દ્ર 122થી આ તસવીર સામે આવી છે.

naro devi

નોંધનીય છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં આજે કુલ 412 ઉમેદવારોની કિસ્મત ઈવીએમ મશીનમાં કેદ થશે. આગામી 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે.

English summary
Himachal Pradesh Election: 105 Year old lady set example by voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X