For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્યૂશનના નામે છોકરાઓ પાસે કરાવતા હતા ગંદું કામ!

ટ્યૂશનના નામે છોકરાઓ પાસે કરાવાતું હતું ગંદું કામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં સનસનાટીભર્યો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્યૂશનના નામે છોકરાઓ પાસે ગંદું કામ કરાવાતું હતું. ટ્યૂશનના નામે એન્જિનિયરિંગમાં ભણતા કેટલાક છોકરાઓની ભરતી કરવામાં આવી હતી તેમની પાસે દેહ વ્યાપાર કરાવાતો હોવાની ફરિયાદ થઈ છે. વિવિધ છોકરાઓએ આ મામલે પોલીસને 4 ફરિયાદ આપી છે. જેમાં છોકરાઓએ કહ્યું કે ટ્યૂશનના નામે એમની પાસે એસ્કોર્ટ સર્વિસ સંબંધિત કામ કરાવાતું હતું. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ઈન્ટરનેટ પર મળી હતી કંપનીની પ્રોફાઈલ

ઈન્ટરનેટ પર મળી હતી કંપનીની પ્રોફાઈલ

સાયબર સેલના ઈનચાર્જ અભય મિશ્રાએ જણાવ્યું કે પાછલા દિવસોમાં આવા પ્રકારની ચાર ફરિયાદ મળી છે. અભય મિશ્રાએ કહ્યું કે તમામ ફરિયાદીને એક પ્રાઈવેટ કંપનીએ હાયર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ પર જૉબ શોધી રહ્યા હતા ત્યારેતેમને એક હોમ ટ્યૂશન કરાવતી કંપનીની પ્રોફાઈલ મળી. જ્યાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ટ્યૂશન કરાવી થોડા પૈસા ભેગા કરવાનું વિચાર્યું. તેમણે પ્રોફાઈલમાં જઈ કંપનીનો કોન્ટેક્ટ નંબર અને બાકીની જાણકારી મેળવી.

કંપનીએ ટેલિફોન પર લીધો ઈન્ટર્વ્યૂ

કંપનીએ ટેલિફોન પર લીધો ઈન્ટર્વ્યૂ

પોલીસ મુજબ જોબ પ્રોવાઈડિંગ કંપની તરફથી આ વિદ્યાર્થીઓનો ઈન્ટર્વ્યૂ લેવામાં આવ્યો. જેમાં એન્જિનિયરિંગ સાથે જોડાયેલા કેટલાક સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. બાદમાં ચારેય છોકરાઓ પાસેથી 10 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવ્યા હતા. સાથે જ એમની બેંક ડિટેલ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર સંબંધી જાણકારી પણ માગવામાં આવી હતી. ત્યારથી છોકરાઓને અલગ-અલગ નંબર પરથી ફોન આવતા શરૂ થઈ ગયા હતા અને સિક્યોરિટી મનીના રૂપે 20 હજાર રૂપિયા જમા કરાવવા કહેવામાં આવ્યું હતું. જે બાદ એક છોકરાએ પશ્ચિમ બંગાળથી કંપનીના અકાઉન્ટમાં પૈસા જમા કરાવી દીધા. બાદમાં વિદ્યાર્થીને ટ્યૂશન ટાસ્ક માટે બોલાવવામાં આવ્યો.

ટ્યૂશનના નામ પર ગોરખધંધા

ટ્યૂશનના નામ પર ગોરખધંધા

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ છોકરાઓને હોમ ટ્યૂશન માટે કંપની પાસેથી એક એડ્રેસ મળ્યું જે એક હોટલનું સરનામું હતું. છોકરાઓ નોટબુક અને પેન લઈને જેવા હોટલે પહોંચ્યા કે તેમને ત્યાં એક મહિલા મળી. રૂમમાં ઝાંખી લાઈટ બળી રહી હતી. મહિલાનો અવાજ સાંભળીને છોકરાને કંઈક ગડબડ હોવાનો અહેસાસ થયો. એટલામાં એક મહિલા તેની પાસે આવે છે અને તેને બીજા રૂમમાં લઈ જાય છે. છોકરાને ત્યાં રૂમના બેડ પર બેઠેલી મહિલાઓની બૉડી મસાજ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો-એક પરિવાર માટે કામ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છેઃ પીએમ મોદી

English summary
UP: Hired for home tuition, students duped to perform escort services, Complaint Filled in police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X