Bank Holidays 2020 List: વર્ષ 2020માં ક્યારે બેન્ક રહેશે બંધ, 7 લાંબા વીકેન્ડ, આ રહી રજાઓની યાદી
વર્ષ 2019 સમાપ્ત થવાનું છે. નવા વર્ષની તૈયારીઓ ચાલી રહી છે. નવા વર્ષની સાથે જ નવું કેલેન્ડર આવશે. ત્યારે આપણે બધા જ લોકો જાણવા ઈચ્છીએ છીએ કે 2020માં ક્યારે ક્યારે રજાઓ છે. નવું વર્ષ આવતા જ આપણને જાણવાની ઈચ્છા હોય છે કે વર્ષ 2020માં કઈ રજા રવિવારે આવે છે અને શું કોઈ એવી રજાઓ છે જે શનિ કે રવિની આસપાસ આવે છે, જેથી આપણને લાંબો વીક એન્ડ મળે.

2020માં બેન્કોની રજાનું લિસ્ટ
વર્ષ 2020માં બેન્કની રજાના લિસ્ટ વિશે જાણતા પહેલ અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે 7 લાંબા વીકએન્ડ આવી રહ્યા છે, જેમાં તમે પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. વર્ષ 2020 લાંબી રજાઓ ઈચ્છનાર લોકો માટે સારા સમાચાર લઈને આવી રહ્યા છે. આ વર્ષની શરૂઆત જ બુધવારથી થઈ રહી છે, તો 26 જાન્યુઆરી રવિવારે આવે છે. 2020માં લાંબા વીકએન્ડની શરૂઆત 21 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે મહાશિવરાત્રીની રાજ સાથે થશે.

વર્ષ 2020માં આ દિવસે બંધ રહેશે બેન્કો
વર્ષ 2020માં બેન્કની રજાઓ જાણી લો જેથી તમે બેન્ક સંબંધિત કામનું આયોજન કરી શકો. બેન્કો ક્યારે ક્યારે બંધ રહેશે તેનું આ રહ્યું લિસ્ટ..
1 જાન્યુઆરી બુધવાર - નવું વર્ષ
26 જાન્યુઆરી રવિવાર - ગણતંત્ર દિવસ
21 ફેબ્રુઆરી શુક્રવારે - મહાશિવરાત્રી
10 માર્ચ મંગળવારે - હોળી
10 એપ્રિલ શુક્રવાર - ગુડફ્રાઈડે
25 મે સોમવાર - રમઝાન ઈદ
3 ઓગસ્ટ સોમવાર - રક્ષાબંધન
15 ઓગસ્ટ શનિવાર - સ્વતંત્રતા દિવસ
22 ઓગસ્ટ શનિવાર - ગણેશ ચતુર્થી
2 ઓક્ટોબર શુક્રવાર - ગાંધીજયંતી
25 ઓક્ટોબર રવિવાર - દશેરા
16 નવેમ્બર સોમવાર- ગુરુ નાનક જયંતી
25 ડિસેમ્બર શુક્રવારે - ક્રિસમસ

7 લાંબા વીક એન્ડ
વર્ષ 2020માં 7 લાંબા વીક એન્ડ આવી રહ્યા છે, જેની શરૂઆત 21 ફેબ્રુઆરીથી થશે. આ ઉપરાંત ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી અને સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે રવિવાર આવશે. આ ઉપરાંત ગુડ ફ્રાઈડે, ગાંધી જયંતી, સંત કબીર જયંતી, શહીદ ઉધમસિંહ શહીદી દિવસ તેમજ ક્રિસમસ શુક્રવારે આવે છે. એટલે કે શનિ-રવિ સહિત તમને 3 દિવસની રજાઓ મળશે. આ જ રીતે હોલિકાદહન અને હોળી સોમવાર મંગળવારે હોવાથી સચિવાલય કર્મચારીઓને ચાર દિવસ અને ઈદ-ઉલ-ફિતર, રક્ષાબંધન, શહીદી દિવસ, મહાવીર જયંતી અને ગુરુ નાનક જયંતી સોમવારે આવે છે. જેનાથી તમને લાંબા વીક એન્ડ મળશે.
Happy New Year 2020: જાણો આગામી વર્ષે ક્યારે અને કેટલી રજાઓ મળશે