એક ફોન કોલને કારણે પતિ પત્નીએ ઝહેર પીધું

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ ના શાહજહાંપુર માં એક ફોન કોલે પતિ પત્નીનું જીવન બરબાદ કરી નાખ્યું. અત્યારે બંને જીવન અને મૃત્યુ સામે ઝૂલી રહ્યા છે. ખરેખર પતિના ફોન પર તેના એક સંબંધીનો ફોન આવ્યો. જેના કારણે પતિ તેમની સાથે ફોન પર વાત કરવા લાગ્યો. આ જોઈને પત્નીએ તેના પતિ પર શંકા કરવાનું ચાલુ કરી દીધું. જોતજોતામાં બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો. પત્નીની શંકાથી પરેશાન થઈને પહેલા પતિએ ઝહેર પીધું. ત્યારપછી પત્નીએ પણ ઝહેર પીને મરવાની કોશિશ કરી. બંનેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે હાલમાં બંનેનો ઉપચાર ચાલી રહ્યો છે.

uttar pradesh

આ આખો મામલો સીંધોલી ના પાંચપેડ ગામનો છે. અહીં રહેનાર 24 વર્ષના અમિતના લગ્ન 10 મહિના પહેલા 21 વર્ષની રુબી સાથે થયા હતા. અમિત મુજબ લગ્ન પછી તરત જ તેની પત્ની તેના પર શંકા કરવા લાગી હતી. અમિત આખો દિવસ ખેતી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિતે જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યે તેના ફોન પર સંબંધીનો ફોન આવ્યો હતો. સંબંધીમાં એક છોકરીનો ફોન હતો જે પહેલીવાર આવ્યો હતો. ફોન પર વાત કરતો હતો ત્યારે તેની પત્ની તેના પર શંકા કરવા લાગી.

ફોન પર વાત પત્યા પછી તેની પત્ની તેની સાથે લડાઈ કરવા લાગી અને બીજી છોકરીઓ સાથે વાતો કરવાનો આરોપ લગાવવા લાગી. પત્ની ની શંકાથી પરેશાન થઈને તેને પોતાનું જીવન પૂરું કરી નાખવાનું વિચારી ઘરમાં રાખેલું ઝહેર પી લીધું. ત્યારપછી તેની પત્ની રુબીએ પણ ઝહેર પી લીધું. પતિના જણાવ્યા અનુસાર રોજ રોજ તેની પત્ની તેના પર શંકા કરતી હતી. જેને કારણે ઘરમાં વિવાદ થતા હતા જેનાથી પરેશાન થઈને તેને ઝહેર પી લીધું.

બીજી તરફ ડોક્ટર મેહરાજ અહમદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પતિ અને પત્નીને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બંનેએ કીટનાશક પીધું હતું. હાલમાં બંનેનો હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે.

English summary
Husband wife consumed poison shahjahanpur

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.