For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ભાજપ સાથે હોત તો આજે હું સીએમ બની ગયો હતોઃ કુમારસ્વામી

જો ભાજપ સાથે હોત તો આજે હું સીએમ બની ગયો હતોઃ કુમારસ્વામી

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ પર જબરો આરોપ લગાવતાં શનિવારે એક ચોંકાવનારી વાત કહી છે, મીડિયા સાથે વાત કરતાં મૈસૂરમાં જેડીએસના નેતા કુમારસ્વામીએ કહ્યું કે તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવી બહુ મોટી ખભૂલ કરી છે, તેમણે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવતા કહ્યું કે જો તેઓ આજે ભાજપ સાથે હોત તો સીએમ બની ગયા હોત.

bjp

તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે હાથ મિલાવી તેમણે જનતાના એ ભરોસાને ગુમાવી દીધો જે 12 વર્ષમાં બન્યો હતો, તેમણે કહ્યું કે તેમને આટલો મોટો દગો તો ભાજપે પણ નહોતો આપ્યો. કુમારસ્વામીએ કહ્યું કે વર્ષ 2006-2007માં, હું જ્યારે રાજ્યનો સીએમ બન્યો હતો, તે બાદ મેં જે ભરોસો વિશ્વાસ જનતાના દિલોમાં બનાવ્યો હતો, તે હવે ખતમ થઈ ગયો, જેનું કારણ કોંગ્રેસ પાર્ટી છે. ભાજપ પાસેથી સારા સંબંધ બનાવી રાખત તો આજે સ્થિતિ અલગ હોત અને સીએમની ખુરશી પર હું વિરાજમાન હોત.

સરકાર અને ખેડૂતો વચ્ચે 5માં દોરની બેઠક પરિણામહિન, હવે 9 ડિસેમ્બરે થશે વાતચીતસરકાર અને ખેડૂતો વચ્ચે 5માં દોરની બેઠક પરિણામહિન, હવે 9 ડિસેમ્બરે થશે વાતચીત

મારે કોંગ્રેસ સાથે આવવું જ નહોતું જોઈતુંઃ કુમારસ્વામી

કુમારસ્વામીએ કહ્યું કે, મારે કોંગ્રેસ સાથે આવવું જ નહોતું જોઈતુ્ં. તેણે જેડી(એસ)ને ભાજપની બી ટીમ કહી તેની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું, પરંતુ પાર્ટી સુપ્રીમો એચડી દેેવગૌતડાના વલણને કારણે તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધ કરવું પડ્યું અને કોંગ્રેસે તેમને દગો આપી દીધો. જો કે કુમારસ્વામીએ સ્પષ્ટ કર્યું કે તેઓ દેવગૌડાને આનો દોષ નથી આપી રહ્યા કેમ કે તેઓ ધર્મનિરપેક્ષ પિતાનું હંમેશાથી સન્માન કરે ચે અને આગળ પણ કરતા રહેશે.

English summary
If I had been with BJP, I would have become CM today: Kumaraswamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X