For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં એક દિવસમાં કોરોનાના 43893 કેસ આવ્યા, કુલ કેસ 80 લાખની નજીક

દેશમાં એક દિવસમાં કોરોનાના 43893 કેસ આવ્યા, કુલ કેસ 80 લાખની નજીક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ એક દિવસમાં દેશભરમાં 43893 નવા મામલા સામે આવ્યા છે અને આ દરમ્યાન 508 દર્દીના મોત થયાં છે. હવે દેશમા કુલ મામલાની સંખ્યા 79,90,322 થઈ ગઈ છે. જેમાં 6,10,803 સક્રિય મામલા, 72,59,509 રિકવર અને 1,20,010 મોત સામેલ છે. ભારતમાં પાછલા 5 અઠવાડિયાથી કોરોના વાયરસના મામલા સરેરાશ ઘટી રહ્યા છે.

coronavirus cases

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ભારતમાં દરરોજ 10 લાખ જનસંખ્યા પર 75.,600થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાછલા પાંચ અઠવાડિયાની એવરેજના આધારે અમે હજી પણ દરરોજ 11 લાખ ટેસ્ટ કરીએ છીએ. ભારતમાં દરરોજ 10 લાખ જનસંખ્યા પર 86 મોત નોંધાયેલ છે. ભારતમાં દરરોજ 10 લાખ જનસંખ્યા પર 5700 મામલા સામે આવ્યા છે. હવે રિકવરી મામલાની સંખ્યા 72 લાખથી વધુ થઈ ગઈ છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. અમે દેશમાં 10 કરોડથી વધુ ટેસ્ટ કરી લીધા છે. અમારો રિકવરી રેટ પણ 90 ટકાથી વધી ગયો છે.

ક્યાં કેટલા મામલા?

મિઝોરમમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 80 નવા મામલા સામે આવ્યા છે. કુલ પૉઝિટિવ મામલાની સંખ્યા હવે 2,607 છે, જેમાં 374 સક્રિય મામલા અને 2233 ડિસ્ચાર્જ થઈ ચૂકેલા મામલા સામેલ છે. ઝારખંડમાં 318 નવા કોવિડ 19 મામલા, 506 રિકવરી અને 4 મોત નોંધાયેલ છે. કુલ મામલાની સંખ્યા હવે 1,00,224 છે, જેમાં 93,874 રિકવરી, 876 મોત અને 5474 સક્રિય મામલા સામે છે. મહારાષ્ટ્રમાં 5363 નવા મામલા, 7836 રિકવરી અને 115 મોત નોંધાયેલ છે. રાજ્યમાં મામલાની કુલ સંખ્યા 16,54,028 થઈ ગઈ છે, જેમાં 14,78,496 રિકવરી અને 43,463 મોત સામેલ છે. સક્રિય મામલા 1,31,544 છે.

અમેરિકામાં ફરી તેજીથી વધવા લાગ્યા કોરોના સંક્રમણના મામલા, એક્સપર્ટની ચિંતા વધીઅમેરિકામાં ફરી તેજીથી વધવા લાગ્યા કોરોના સંક્રમણના મામલા, એક્સપર્ટની ચિંતા વધી

જ્યારે મુંબઈમાં 801 નવા મામલા, 1043 રિકવરી અને 23 મોત નોંધાયેલ છે. કુલ મામલા 2,52,888 થઈ ગયા છે, જેમાં 2,22,501 રિકવરી અને 10,122 મોત સામેલ છે. સક્રિય મામલા 19,290 છે. દિલ્હીમાં પાછલા 24 કલાકમાં 4853 નવા મામલા, 2722 રિકવરી અને 44 મોત નોંધાયેલ છે. કુલ મામલા વધીને 3,64,341 થઈ ગયા છે, જેમાં 3,30,112 રિકવર મામલા અને 6556 મોત સામેલ છે. સક્રિય મામલા 27873 છે. લદ્દાખમાં 45 નવા મામલા અને 90 રિકવરી નોંધાયા.

English summary
In a single day, 43893 corona cases reported in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X