For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેસ રેસમાં હવે ખાનગી કંપનીની એન્ટ્રી થશે, ભારતનું પહેલુ ખાનગી રોકેટ થોડા દિવસમાં લોંચ કરાશે.

ખાનગી કંપની દ્વારા વિકસિત કરાયેલુ પહેલુ ભારતીય રોકેટ વિક્રમ-S આ મહિલાના બીજા અઠવાડીયામાં અવકાશ માટે ઉડાન ભરી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ખાનગી કંપની દ્વારા વિકસિત કરાયેલુ પહેલુ ભારતીય રોકેટ વિક્રમ-S આ મહિલાના બીજા અઠવાડીયામાં અવકાશ માટે ઉડાન ભરી શકે છે. આ એક ઐતિહાસિક મિશન હશે, કેમ કે દેશમાં અત્યારસુધી ફક્ત સરકારી સંસ્થાઓ દ્વારા જ મિશન લોંચ કરાતા આવ્યા છે. જો કે ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત આ રોકેટની ડિઝાઇન અને લોન્ચિંગનું નેતૃત્વ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

rocket

કંપનીના જણાવ્યા અનુસાર, આ મિશન 12થી 16 નવેમ્બર વચ્ચે લોંચ કરાઈ શકે છે. હાલ કંપનીએ લોંચ માટેની પાક્કી તારીખની જાહેરાત કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીને સ્પેસ-ટેક પ્લેયર્સને પ્રોત્સાહન અને નિયમન કરવા માટે દેશની નોડલ એજન્સી IN-SPACe પાસેથી ટેક્નોલોજી લોન્ચ માટે પહેલેથી જ મંજૂરી મળી ગઈ છે.

આ મિશનને લઈને તેલંગાણા સ્થિત એરોસ્પેસ કંપનીએ કહ્યું કે, અમે પ્રાઈવેટ સેક્ટર દ્વારા વિકસિત રોકેટના લોન્ચિંગને લઈને ઉત્સાહિત છીએ. તેના લોન્ચિંગ માટે બેંગ્લોરમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્કાયરૂટ વિક્રમ રોકેટના ત્રણ પ્રકારો વિકસાવી રહ્યું છે. જ્યારે વિક્રમ-I 480 કિલો પેલોડને નીચી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે છે, ત્યારે વિક્રમ-2 595 કિલો કાર્ગો લઈ જવા સક્ષમ છે. આ સિવાય વિક્રમ-III ને 815 કિગ્રાથી 500 કિમી લો-ઇંકલાઈન ઓર્બિટ સાથે લોન્ચ કરી શકાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિક્રમ-1 લોન્ચ વ્હીકલ કલામ-100 રોકેટ દ્વારા સંચાલિત હશે. આ રોકેટનું આ વર્ષની શરૂઆતમાં પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. સ્કાયરૂટના સહ-સ્થાપક પવન ચંદનાએ લોન્ચ વિશે ટ્વિટ કરીને લખ્યું કે, શ્રીહરિકોટાના સુંદર ટાપુ પરથી પ્રથમ પ્રક્ષેપણ મિશનની જાહેરાત કરતાં અત્યંત રોમાંચિત છું.

મળતી વિગતો અનુસાર, પ્રારંભિક મિશન આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન ત્રણ પેલોડ વહન કરશે. તેમાં 2.5 કિગ્રા પેલોડનો સમાવેશ થાય છે, જેને SpaceKidzIndiaના નેજા હેઠળ ભારત સહિત કેટલાક દેશોના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવ્યા છે.

English summary
India's first private rocket will be launched in a few days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X