For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરોના નામે વધુ એક સફળતા, GSAT-31 સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યો

ઈસરોના નામે વધુ એક સફળતા, GSAT-31 સફળતાપૂર્વક લૉન્ચ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થાએ વધુ એક મોટી કામયાબી પોતાના નામે કરી છે. ઈસરોએ 40મો કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-31નું મોડી રાત્રે સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ફ્રેચ ગુએના સ્થિત યૂરોપીય સ્પેસ સેંટરમાં મોડી રાત્રે 2.31 વાગ્યે કરવામાં આવ્યું. લૉન્ચની 42 મિનિટ બાદ 3.14 વાગ્યે જિયો ટ્રાન્સફર ઑર્બિટ સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. આ સફળ લૉન્ચને એરિયનસ્પેસના એરિયન-5 રોકેટથી કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટનો કુલ વજન 2535 કિલોગ્રામ છે અને તેનું આયુષ્ય 15 વર્ષનું છે.

isro

સેટેલાઈટ જીસેટ-31 ભારતના જૂના સેટેલાઈટ જીસેટ-4સીઆરની જગ્યા લેશે. ઈશરો તરફથી સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડાયરેક્ટરએસ પાંડિયન આ સમયે હાજર હતા. લૉન્ચ બાદ તેમણે કહ્યું કે આ લૉન્ચમાં કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા આવી નથી અને તેને સફળતાપ્રૂવક સ્થાપિત કરવામાં આવ્યો છે. આના માટે એરિયનસ્પેસ અને ઈસરોના અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું. આ લૉન્ચ માટે જાન્યુઆરી મહિનાથી જ બંને ટીમ ગુએનામાં હાજર હતી. જે બાદ જીસેટ-30ને જાન્યુઆરી મહિનામાં લૉન્ચ કરવામાં આવશે.

આ સેટેલાઈટનો ઉપયોગ મુખ્ય રૂપે ટેલિવિઝન અપલિંક, ડિજિટલ સેટેલાઈટ ન્યૂઝ ગૈંદરિંગ અને ડીટીએચ સર્વિસ માટે કરવામા આવશે. સાથે જ હિંદ મહાસાગર, બંગાળની ખાડી, અરબ સાગરના વિશાળ સમુદ્રી ક્ષેત્ર ઉપર પણ સંચારની સુવિધા માટે તેનો ઉપયોગ કરવામાં આશે. જે બાદ જુલાઈ મહિનામાં જીસેટ-30ને લૉન્ચ કરવામાં આવશે જે એક કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. એરિયનસ્પેસના સીઈઈઓ સ્ટીફન ઈજરાયલે કહ્યું કે એરિયન લૉન્ચ પેડ દ્વારા ભારતના આ લૉન્ચને સફળતાપૂર્વક કરવામાં આ્યો છે, આ અમારું 23મું સફળ અભિયાન છે.

આ પણ વાંચો- વિહિપે લોકસભા ચૂંટણી સુધી રામ મંદિર આંદોલન રોકવાનું કર્યુ એલાન

English summary
India’s latest communication satellite, GSAT-31 was successfully launched by ISRO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X