For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''ભારતીય નોકરશાહી દુનિયાનું સૌથી ખતરનાક પ્રાણી''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Jairam-Ramesh
રાંચી, 24 માર્ચ: કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે ભારતીય નોકરશાહીને દુનિયાનું સૌથી ખતરનાક જાનવર ગણાવ્યું. જયરામ રમેશે ઝારખંડમાં નક્સલિઓનો ગઢ માનાતા સારંડાના જંગલોમાં સ્થિત નેત્ર હોસ્પિટલમાં આયોજિત એક કાર્યક્રમમાં શનિવારે આ ટિપ્પણી કરી હતી.

ગુરૂવારે રાંચીમાં કશ્યપ મેમોરિય હોસ્પિટલમાં ગરીબોને ચશ્મા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દર્દીઓ ઝારખંડના નક્સલ વિસ્તારથી પ્રભાવિત સારંડાના હતા, જ્યાં ડો ભારતી કશ્યપની ટીમના રેડક્રોસના સહયોગથી હાઇટેક સારવાર કરી હતી. સરકારી સહાયતા વિના લગભગ 1000 દર્દીઓની સારવાર કરનાર કશ્યપ મેમોરિયલ નેત્ર હોસ્પિટલના વખાણ કરતાં જયરામ રમેશે કહ્યું હતું કે દુનિયામાં સૌથી વધુ ખતરનાક જાનવર ભારતીય નોકરશાહી છે અને ડો ભારતી કશ્યપ તેનો એકમાત્ર ઉપચાર છે. રાજ્યપાલ સૈયદ અહેમદ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા.

આ અવસર પર રાજ્યપાલે કહ્યું હતું કે કેન્દ્રમાંથી મોકલવામાં આવેલ એક રૂપિયામાંથી ગરીબો સુધી ફક્ત પંદર પૈસા પહોંચે છે. બાકીના 85 પૈસા લોકો સુધી પહોંચતા નથી. તે માટે આંખો ખોલવાની જરૂર છે. સરકાર પાસે સ્કીમ ઘણી છે, પરંતુ કેટલાક લોકો સુધી સિમિત છે. તો બીજી તરફ ચતરા જિલ્લામાં એક કાર્યક્રમમાં જયરામ રમેશે કહ્યું હતું કે માઓવાદીઓની વિચારધારા માત્ર લેવીથી ધન સંગ્રહ કરવાની છે. જન કલ્યાણકારી યોજનાઓથી કોઇ લેવાદેવા નથી.

English summary
Union Rural Development Minister Jairam Ramesh on Saturday visited Maoists affected Jharkhand's Chatra District.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X