ઇસરોએ લોન્ચ કર્યું કૉર્ટોસેટ સીરિઝનું 100મું સેટેલાઇટ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે ઇસરોએ પોતાનું 100મું સેટેલાઇટ લોન્ચ કર્યું છે, આ માટે ઇસરોએ પોતાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 100મા સેટેલાઇટ સાથે જ ઇસરો શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 30 અન્ય સેટેલાઇટ પણ લોન્ચ કરશે. નવા વર્ષમાં ઇસરોનું આ પહેલું લોન્ચ છે. ભારતીય અનુસંધાન સંગઠન આજે સવારે 9.28 વાગે પોતાનું યહય અંતિરક્ષ મિશન લોન્ચ કરશે. રોકેટ પીએસએલવી સી-40 મુખ્ય રૂપે હવામાન વિજ્ઞાન સાથે સંબંધિત છે, આ કાર્ટોસેટ-2 સીરિઝની સેટેલાઇટ છે, જે ઇસરો લોન્ચ કરશે. આ સિવાય 30 અન્ય સેટેલાઇટ પણ ઉડાન ભરશે. આ લોન્ચ માટે તમામ ઔપચારિકતાઓ પહેલા જ પૂરી કરી લેવામાં આવી છે. આ લોન્ચ માટેની ગણતરી ગુરૂવારે સવારે 5.29 વાગ્યાથી જ શરૂ થઇ ગઇ હતી.

India

શુક્રવારે ઇસરો 3 સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે, જેમાં કુલ 6 દેશોના સેટેલાઇટ છે. આ દેશોના ત્રણ માઇક્રો સેટેલાઇટ અને 25 નેનો સેટેલાઇટને પણ ઇસરો લોન્ચ કરશે. જે દેશોના સેટેલાઇટને ભારત લોન્ચ કરી રહ્યું છે, એમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, કોરિયા, બ્રિટન, અમેરિકાના સેટેલાઇટનો સમાવેશ થાય છે. આમાં ભારતનું એક માઇક્રો અને નેનો સેટેલાઇટ પણ છે. ઇસરો જે 31 સેટેલાઇટ લોન્ટ કરી રહ્યું છે, તેનું કુલ વજન 1323 કિગ્રા છે. લોન્ચનો આ સંપૂર્ણ કાર્યક્રમ લગભગ 2 કલાક 31 સેકન્ડ ચાલશે, જેની પર સૌ કોઇની નજર હશે. આ મિશન પહેલાં ગત વર્ષે ઇસરોએ આઈઆરએનએસ-1એચ નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યું હતું. જે સેટેલાઇટ ઇસરો લોન્ચ કરવા જઇ રહ્યું છે, તે ઘણા વિશેષ છે. આ સેટેલાઇટની મદદથી અર્થ નેવિગેશન કરવામાં મદદ મળશે. આ અત્યાર સુધીનું સૌથી લાંબુ લોન્ચ છે. વૈજ્ઞાનિકોએ આ લોન્ચ પહેલાં કહ્યું કે, આ ખૂબ ખાસ છે, કારણ કે તેને બે ઑર્બિટથી લોન્ચ કરવામાં આવશે. 30 સેટેલાઇટને 550 કિમી અને એક સેટેલાઇટને 359 કિમીની ઝડપે અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

English summary
Isro launch its 100th pslv satellite in Andhra Pradesh. All the preparation are donoe for this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.