For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં જાટ-ગુર્જર આપી શકે છે ભાજપને સાથ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): જો કે દિલ્હી પોતાનામાં એક મેટ્રો શહેર છે, પરંતુ અહીં જાટ મતદારો પોતાનું એક ખાસ આગવું મહત્વ ધરાવે છે. તેની ચારેય તરફ વસેલા શહેરીકૃત ગામોમાં જાટ અને ગુર્જર મતદારો એકદમ મહત્વપૂર્ણ છે. તેમને અહીંના ભૂમિપુત્ર ગણવામાં આવે છે. રાજધાનીની 70માંથી ઓછામાં ઓછી 20 વિધાનસભા સીટોમાં તેમનો રોલ છે. તેમાં પ્રીતવિહાર, આર.કે.પુરમ, બવાના, લક્ષ્મીનગર, વગેરે સીટો છે. આ બધામાં ઘણા ગામ પણ છે. જેમાં જાટ અને ગુર્જર મતદાર છે.

bjp-workers-600

ભાજપની અસર
જો ગત વિધાનસભા ચૂંટણીની વત કરીએ તો ભાજપના નેતા ગ્રામીણ પ્રભાવવાળી સીટો પર લગભગ એકતરફી કબજો કરી લીધો હતો. તે બધામાં જાટ અને ગુર્જર મતદારો મહત્વપૂર્ણ છે. મુડંકાથી અપક્ષ ઉમેદવારે જીત પ્રાપ્ત કરી હતી. સુલતાનપુર માજરા અને બાદલી સીટ કોંગ્રેસના ખાતામાં ગઇ હતી. અરવિંદ કેજરીવાલના હાથ અહીં કશું જ લાગ્યું ન હતું અને તે બહુમતથી દૂર રહી ગયા.

આશા કરતાં વધુ સફળતા
ભાજપને અહીં આશા કરતાં વધુ સફળતા મળી હતી પરંતુ દિલ્હીના બીજા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીથી મળેલી આકરીએ હારના લીધે સત્તાની ખુરશી સુધી પહોંચવાનો તેનો રસ્તો અટકી ગયો હતો. અરવિંદ કેજરીવાલે દિલ્હીના ગ્રામીણમાં પોતાની પાર્ટીને આગળ વધારવા માટે કંઇ ખાસ કર્યું નહી. કોંગ્રેસ તો આમપણ પરાસ્ત છે. ગ્રામીણ મતદારો પર મોદીની અસર હજુ પણ યથાવત છે. એવામાં લોકો માને છે કે ભાજપ ફરી એકવાર જુના પરિણામોનું પુનરાવર્તન કરી શકે છે.
જાણકારો કહે છે કે દિલ્હીમાં જાટ અને ગુર્જર મતદારો ભાજપની સાથે છે. અહીં ગત વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

English summary
Jat-Gujjar voters may support BJP. They have good number in rural Delhi. Also this could be a major setback for Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X