કાશ્મીર : બારામૂલામાં આર્મી કેમ્પથી AK-47 સાથે જવાન ગાયબ

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાંથી પોતાના જ કેમ્પમાંથી પ્રાદેશિક સેનાનો એક જવાન પોતાની એક-47 બંદૂક સાથે ગુમ થયો છે. જવાનનું નામ જહૂર ઠાકુર છે અને તે પુલવામાનો રહેવા વાળો છે. જવાન બારામુલ્લાના ગંટુમુલા આર્મી કેમ્પમાં હતો જ્યાંથી તે ગાયબ થતા સુરક્ષા દળોએ આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત જાણકારી મુજબ જવાબ જહૂર ઠાકુર બુધવાર મોડી રાતથી ગુમ છે. સુરક્ષાદળોને હજી સુધી તેના ગુમ થવાનું કારણ જાણવા નથી મળ્યું.

army

અને શોધવા માટે એક ટીમનું ગઠન કરી તપાસ શરૂ કરવામાં આી છે. સાથે જ તેમાં જમ્મુ કાશ્મીરની પોલીસ અને ગુપ્તચર બ્યૂરો પણ જોડાયું છે. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર બન્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોઇ જવાન આર્મી કેમ્પમાંથી આ રીતે ગુમ થયો હોય. વળી જમ્મુ કાશ્મીરની પૂર્વભૂમિકાને જોતા જવાનનું આ રીતે અચાનક ગુમ થવું સુરક્ષાના કારણોના લીધે પણ એક ચિંતાનો વિષય બની શકે છે. 

English summary
Territorial Army jawan Zahoor Thakur missing with a AK-47 from his camp in Baramulla of Jammu Kashmir.
Please Wait while comments are loading...