For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની સુનાવણી કરી રહેલા CBI જજની બદલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જૂન: ભાજપના થિંક ટેંક અથવા એમ કહો કે સંભવિત ભાવી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લઇને પાર્ટી ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે. શાહની વિરુદ્ધ નકલી એન્કાઉન્ટરની સુનાવણી કરી રહેલા વિશેષ સીબીઆઇ જજની બદલી કરી દેવામાં આવી છએ. અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે અને તેઓ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટરમાં આરોપી છે.

સોહરાહબુદ્દીન અથડામણ કેસની સુનાવણી વિશેષ સીબીઆઇ જજ જે ટીઉત્પતની કોર્ટમાં ચાલી રહી હતી. શાહના વલણ પર વિશેષ જજે તેમના વકીલને ફટકાર પણ લગાવી હતી. જજનું કહેવું હતું કે આપ દરેક વખતે કોઇ કારણ બતાવ્યા વગર હાજરીથી છૂટની માંગ કરે છે.

amit shah

અત્રે નોંધનીય છે કે સોહરાબુદ્દીન અથડામણ મામલે સીબીઆઇએ ગઇ સાત સપ્ટેમ્બરમાં અમિત શાહ અને 18 અન્ય લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે 9 મેના રોજ અમિત શાહ અને અન્ય અભિયુક્તોને સમન પાઠવ્યું હતું.

આ કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઇ જજની બદલી થયા બાદ હવે મામલાની સુનાવણી આગામી 2 જુલાઇ સુધી ટાળી દેવામાં આવી છે. વિપક્ષે કડકાઇથી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.

English summary
Judge hearing issue of fake encounter concerned with Amit Shah transferred.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X