For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશી વિશ્વનાથ મંદિરમાં ચઢાવાશે સોનાની પરત

By Super
|
Google Oneindia Gujarati News

kashi-vishwanath-temple
વારાણસી, 16 મેઃ કાસી વિશ્વનાથ મંદિરના બે શિખરો પર દાનમાં પ્રાપ્ત થયેલી સોનાની બે પરત ચઢાવવામાં આવશે. આ ક્રમમાં મંદિરના પથ્થરોથી એનામેલ પેઇન્ટને ટૂંક સમયમાં હટાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના ધર્માર્થ કાર્ય સચિવ નવનીત સહગલે બુધવારે વારાણસીમાં એક સંક્ષિપ્ત બેઠકમાં આ જાણકારી આપી હતી.

વારાણસી મંડળના આયુક્ત ચંચલ કુમાર તિવારીની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન સહગલે નિર્દેશ આપ્યા કે વિશ્વનાથ મંદિર ન્યાસ સમિતિના બે લોકોને અધિકૃત કરવામાં આવશે અને તેમની જ દેખરેખ હેઠળ મંદિરના બે શિખરોને ઇલેક્ટ્રો પ્લેટિંગ થકી સુવર્ણમંડિત કરવામાં આવશે.

આયુક્તે જાણકારી આપી કે કાશી વિશ્વનાથ મંદિરમાં લાગેલા એનામેલ પેઇન્ટથી ત્યાંના પથ્થરો ક્ષીણ થઇ રહ્યાં છે. આ પેઇન્ટ હટાવવા માટે બે વખત વિશેષજ્ઞ શ્રમીક આવ્યા, પરંતુ અમુક કારણો સર એ કાર્ય થઇ શક્યું નહીં. હવે ટૂંક સમયમાં આ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે.

સહગલે મંદિર પરિસર નજીક પ્રસ્તાવિત ત્રણ માળની ઇમારતને પ્રાથમિકતાના આધારે શાસનથી સ્વિકૃત કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલા કાર્ય પૂર્ણ થયા બાદ દર્શાર્થીઓને આવશ્યક સુવિધાઓ મળશે, સાથે જ પરિસરનું સ્વરૂપ પણ નિખરશે.

English summary
Two spires of the 18th century Kashi Vishwanath temple here will soon be plated with gold replacing the enamel paint on the temple structures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X