For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરઃ અનંતનાગમાં આતંકી હુમલામાં CRPF જવાન શહીદ, એક બાળકનુ પણ મોત

કાશ્મીર ઘાટીમાં સેનાના આતંકીઓ સામે ઑપરેશન ચાલી રહ્યુ છે. આ દરમિયાન આતંકી સંગઠનોના ઘણા ટૉપ કમાંડર પણ માર્યા ગયા છે.

|
Google Oneindia Gujarati News

કાશ્મીર ઘાટીમાં સેનાના આતંકીઓ સામે ઑપરેશન ચાલી રહ્યુ છે. આ દરમિયાન આતંકી સંગઠનોના ઘણા ટૉપ કમાંડર પણ માર્યા ગયા છે. જેના કારણે આતંકીઓ અકળાયેલા છે અને સુરક્ષાબળોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. શુક્રવારે અનંતનાગ જિલ્લાઓમાં આતંકીઓએ એક વાર ફરીથી સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો. વળી, ઘટના સ્થળ પાસે હાજર એક બાળકનુ મોત થયુ છે.

encounter

CRPFના જણાવ્યા મુજબ અનંગનાગ જિલ્લાના બિજબિહાડામાં સીઆરપીએફની એક ટીમ હાઈવેની સુરક્ષામાં લાગેલી હતી. આ દરમિયાન ઘાત લગાવીને આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો જેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. ઈલાજ દરમિયાન જવાનનુ મોત થઈ ગયુ. વળી, ઘટના સ્થળે એક બાળકનુ પણ મોત થઈ ગયુ છે. આતંકી ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. તેમની શોદમાં સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને જમ્મુ પોલિસે સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે.

હાઈવેની સુરક્ષાની મોટી જવાબદારી

જમ્મુ-શ્રીનગર હાઈવે હંમેશાથી આતંકીઓના નિશાના પર રહ્યુ છે. રોજના ભારતીય અને અર્ધસૈનિક બળોનો કાફલો આ હાઈવેથી પસાર થાય છે. જેના કારણે સવારના સમયમાં રોડ ઑપનિંગ પાર્ટી(ROP) આખા હાઈવેની તપાસ કરતી છે. જેમાં એ જાણવા મળ્યુ છે કે ક્યાંક કોઈ વિસ્ફોટક તો નથી છૂપાવવામાં આવ્યા. ત્યારબાદ આખો દિવસ સુરક્ષાબળો આ હાઈવેની રખવાળી કરે છે. જેથી આતંકી હુમલાને રોકી શકાય છે. પુલવાામાં હુમલા બાદથી હાઈવેની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે.

પીએમ મોદીએ આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગારનો કર્યો શુભારંભપીએમ મોદીએ આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગારનો કર્યો શુભારંભ

English summary
Kashmir: Terrorist attack on CRPF party in Anantnag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X