For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ: રાહત કાર્ય માટે ભારત વિદેશી સરકારોની મદદ નહીં લે

કેરળમાં આવેલા પુરમાં વિદેશી સરકારો ઘ્વારા આર્થિક મદદની રજૂઆત ભારત સ્વીકાર નહીં કરે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેરળમાં આવેલા પુરમાં વિદેશી સરકારો ઘ્વારા આર્થિક મદદની રજૂઆત ભારત સ્વીકાર નહીં કરે. સંયુક્ત અરબ અમીરાત અને માલદીવ ઘ્વારા કેરળમાં રાહત અને પુનઃનિર્માણ માટે સહાયતાની રજૂઆત કરી હતી. મળતી માહિતી અનુસાર ભારતે આ બધા જ દેશોને ધન્યવાદ આપ્યું છે, પરંતુ ભારત તેમની સહાયતાની રકમ સ્વીકાર નહીં કરે.

kerala flood

ખબરો અનુસાર ભારત સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કેરળમાં રાહત અને પુનઃનિર્માણ કાર્ય પોતાના સંસાધન ઘ્વારા કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે કેરળમાં ભારે તબાહી પછી ઘણા દેશો ઘ્વારા આર્થિક મદદની રજૂઆત કરવામાં આવી હતી. યુએઈ સરકાર ઘ્વારા 700 કરોડ રૂપિયાની સહાય કરવાની રજૂઆત કરવામાં આવી હતી. કેરળ સીએમ વિજયન ઘ્વારા યુએઈ નો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કતાર ઘ્વારા પણ કેરળ પૂર પીડિતો માટે 35 કરોડની સહાયતા આપવામાં માટે જાહેરાત કરવામાં આવી હતી. જયારે માલદીવ ઘ્વારા 50 હાજર ડોલરની સહાયતા આપવાની રજૂઆત કરી હતી.

કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરીકેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરી

આપણે જણાવી દઈએ કે કેરળમાં અત્યારસુધીમાં 400 લોકોની મૌત થઇ ચુકી છે. લાખો લોકો બેઘર બની ગયા છે. રાજ્યના 5645 રાહત કેમ્પોમાં 10 લાખ કરતા પણ વધારે લોકો રહેવા માટે મજબુર છે. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી દેવામાં આવી છે. કેરળની મદદ માટે કેન્દ્ર સરકાર સાથે બધા જ રાજ્યો પણ આગળ આવ્યા છે. જયારે ઘણા દેશો ઘ્વારા કેરળ માટે આર્થિક મદદની પણ રજૂઆત કરવામાં આવી છે.

એસબીઆઇ બેન્કે 2 કરોડ રૂપિયા આપી કેરળના પૂરગ્રસ્તોને કરી મદદએસબીઆઇ બેન્કે 2 કરોડ રૂપિયા આપી કેરળના પૂરગ્રસ્તોને કરી મદદ

English summary
kerala floods: India grateful, but won’t accept foreign funds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X