For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં વાઘોની સંખ્યા થઇ 100

By Super
|
Google Oneindia Gujarati News

TIGERS
તિરુવનંતપુરમ, 7 મેઃ કેરળના વનોમાં વાઘોની સંખ્યા વધીને 100 થઇ ગઇ છે. એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, વન્યજીવોની સુરક્ષાની સારી વ્યવસ્થાના કારણે આ શક્ય થઇ શક્યું છે.

કેરળના પ્રધાન વન સંરક્ષક વી. ગોપીનાથે જણાવ્યું કે, કેટલાક સમય પહેલા સુધી રાજ્યમાં વાઘોની સંખ્યા 70ની આસપાસ હતી, પરંતુ હવે તે વધીને 100ની થઇ ગઇ છે. સાથે અન્ય વન્યજીવોની સંખ્યામાં પણ વધારો થયો છે.

કેરળના વનોમાં મુખ્ય રીતે વાઘોની સંખ્યામાં થયેલો વધારો એટલા માટે જાણવા મળ્યો કારણ કે, તમિળનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્ય સ્થિત પશ્ચિમિ ઘાટમાં વિસ્તારિત વન ફેલાયેલા છે. વન્યજીવ હંમેશા ભોજન અને આવાસની શોધમાં સ્થાન બદલતા રહે છે.

ગોપીનાથ કહ્યું છે કે વાઘોની સંખ્યા વધવાનું એક કારણ રાજ્યમાં વનોનો સતત વિસ્તાર છે, જ્યારે બીજુ મુખ્ય કારણ વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી સારી વ્યવસ્થા છે. હાલ પેરિયાર વાઘ રિઝર્વમાં કેમેરાની મદદથી વાઘો પર નજર રાખવામાં આવી રહી છે.

English summary
The number of tigers in Kerala's forests has gone up to 100 due to excellent protection measures for the wildlife, an official said Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X