• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief ( August 8): મુંબઇની હોટલમાં આગ લાગતાં 1નું મોત, 20ને ઇજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓગષ્ટ: ઇ રિક્શાના પર પ્રતિબંધના મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં આજે સુનાવણી થશે. માનવામાં આવી રહ્યું છે કે ઇ રિક્શાના રેગુલેશનનું કામ એમસીડીને આપી શકે છે. ગત સુનાવણીમાં હાઇકોર્ટે ઇ-રિક્શા પર લાગેલા પ્રતિબંધમાં તાત્કાલિક રાહત આપવાની મનાઇ કરી દિધી હતી.

સરકારે કોર્ટમાં એમ જણાવ્યું હતું કે ઇ રિક્શાને રેગુલેટ કરવાનું કામ એમસીડી કરશે. દિલ્હીમાં ઇ રિક્શા પર હાઇકોર્ટનો પ્રતિબંધ લાગ્યા બાદ ઇ રિક્શા ચાલકોનું પ્રદર્શન સતત ચાલુ છે.

રોહિણીમાં ઇ રિક્શા ડ્રાઇવરોએ બૂટ પોલિશ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આમ આદમી પાર્ટીના રોહિણીથી ધારાસભ્ય રાજેશ ગર્ગ પણ ઇ રિક્શા ડ્રાઇવરોના પ્રદર્શનમાં સામેલ થયા. તેમણે પણ બૂટ પોલિશ કર્યા.

દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્રના રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલતી ઇ રિક્શાના નિયમન માટે દિશા-નિર્દેશોને દાખલ કરવાની સંભાવના છે. દિલ્હી હાઇકોર્ટે હાલ માટે આ વાહનોને ચલાવવા પર પ્રતિબંધ લગાવી દિધો છે.

એક ટોચના અધિકારી સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્ર નિયમન માટે જે સલાહ આપશે તેમાં આ ઇ રિક્શાને ચલાવવાના વિસ્તારોને સીમિત કરવા અને સંબદ્ધ નગર નિગમોના માધ્યમથી તેમનું નિયમિતીકરણ કરવું સામેલ છે.

ભાજપના એક વરિષ્ઠના નેતાએ કહ્યું કે 'એમસીડી આ ઇ રિક્શાની નોંધણી કરીને તેમનું નિયમિતીકરણ કરશે અને તેમનો ડ્રાવરોના ઓળખપત્ર ઇશ્યૂ કરશે. જે ક્ષેત્રમાં પ્રત્યેક ઇ રિક્શા ચાલશે તેની નોંધણી કરવામાં આવશે અને પ્રત્યેક ક્ષેત્રમાં એક કલર કોડ આપવામાં આવશે.' તેમણે જણાવ્યું હતું કે ઉદાહરણ તરીકે નવી દિલ્હી વિસ્તારમાં ચાલનાર ઇ રિક્શા દક્ષિણ દિલ્હીમાં પ્રવેશ કરી શકશે નહી. એક અન્ય મહત્વપૂર્ણ બિંદુ હશે કે બધા ટ્રાફિક નિયમ આ વાહનો અને તેમના ચાલકો પર લાગૂ થશે અને ફક્ત ચાર લોકોને આ વાહનો પર સવાર થવાની પરવાનગી મળશે.

આ દરમિયાન દિલ્હી ભાજપના પ્રમુખ સતીશ ઉપાધ્યાયે આજે કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે મુલાકાત કરી અને તેમના સમક્ષ મુદ્દાને ઉઠાવ્યો. ઉપાધ્યાયે કહ્યું ''કોર્ટમાં નવા દિશા-નિર્દેશો દાખલ કરવાની સાથે ઇ-રિક્શા પર હાજર ગતિરોધ સમાપ્ત થશે. ભાજપ તેમની રોજીરોટીને બચાવવા માટે ચિતિંત છે.'

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...

3.00pm: દિલ્હી હાઇકોર્ટે ફક્ત 30 મિનિટમાં સંભળાવી મર્ડર કેસમાં સજા.

2.30pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા.

2.00pm: સચિન, રેખાની ગેરહાજરી અને મહિલાઓના ડ્રસવાળા નિવેદન પર રાજ્યસભામાં હંગામો

1.30pm: લાલકૃષ્ણ અડવાણી જસવંત સિંહને મળવા આર્મી હોસ્પિટલ પહોંચ્યા અને ખબર-અંતર પૂછ્યા. ગઇકાલે ઘરમાં લપસી જતાં જસવંત સિંહને લાગી હતી ઇજા.

1.00pm: સીપીઆઇ સાંસદે અભિનેત્રી રેખા અને સચિન તેંડુલકરની સંસદમાં ગેરહાજરી પર ઉઠ્યા પ્રશ્ન,

12.45pm: ઇ રિક્શા મોટ વ્હિકલ કાયદાના પરિઘમાં આવશે. 25 કિમી/કલાક અધિકતમ ગતિ હશે. ઇ રિક્શામાં ચારથી વધુ સવારી બેસી શકશે નહી.

12.35pm: ભારતને દુનિયાના સર્વાધિક મહત્વપૂર્ણ દેશોમાંથી એક બતાવતા અમેરિકન રક્ષા મંત્રી ચક હેગલે જણાવ્યું કે દુનિયાનો સૌથી મોટું લોકતંત્ર આ સદીમાં ઉભરી નવા વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં મદદ કરશે.

12.30pm: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇરાકમાં આઇએસઆઇએસની વિરુદ્ધ હવાઇ હુમલાને પરવાનગી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ અનુસાર આઇએસઆઇએસ ઉગ્રવાદીઓ કુર્દિશ પ્રાંતની રાજધાની ઇરબિલ શહેર તરફ ડગ માંડે છે તો કાર્યવાહી થશે. ઇરબિલમાં અમેરિકાનું વાણિજ્ય દૂતાવાસ અને સૈન્ય સલાહકારોના કાર્યાલય છે. વધું વાંચવા માટે અત્રે ક્લિક કરો...

12.15pm: દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ( LIC)ના કેટલીક કંપનીઓમાં કરેલા રોકાણની 'પ્રક્રિયામાં ખામી'ને પગલે સરકારે તપાસ શરૂ કરી છે

11.50am: અમદાવાદના ચકચારી બીએમડબલ્‍યુ હીટ એન્‍ડ રન કેસમાં સુનાવણી દરમ્‍યાન બચાવ પક્ષના વકીલ મિતેષ અમીન હાજર ન રહેતા કોર્ટે કડક વલણ અખત્‍યાર કરી તેમને તાત્‍કાલીક કોર્ટમાં હાજર થવા ફરમાન આપ્‍યું છે.

11.12am: અદાણી પાવર સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે કચ્‍છમાં અદાણી પાવર દ્વારા ગરમ પાણી દરિયામાં છોડાતું હોવાથી માછલીઓ સહિતના સજીવો મળત્‍યુ પામે છે અને સજીવ સૃષ્ટિને નુકશાન થઈ રહ્યું છે.

10.45am: અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નવર્નિમિત એમજે લાઈબ્રેરીમાં આજથી 15 ઓગસ્‍ટ સુધી 68મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કવિ સંમેલન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

10.22am: ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદથી તંત્રની બેદરકારી અને નિષ્‍ક્રિયતાથી જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ અને લોકોના ધરોમાં પાણી ધુસી ગયા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગૌતમ ઠાકર દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્‍ય સરકાર અને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.

10.05am: મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં કૃષિ પેદાશોના જંતુરહિત સંગ્રહ માટે રેડિએશન પ્રોસેસિંગ પ્‍લાન્‍ટસ સંપન્ન ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિઓ શરૂ કરવાની પહેલ કરવાનું સૂચન કર્યું છે.

9.45am: ગુજરાતના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ ભારતના 68માં સ્‍વાતંત્ર્ય દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી આગામી 15મી ઓગસ્‍ટ 2014ના રોજ પાટણમાં ધ્‍વજવંદન કરીને કરાવશે.

9.35am: ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજથી બે દિવસ માટે દિલ્હીના પ્રવાસે છે. તેઓ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બેઠક યોજશે. આ ઉપરાંત અન્ય પ્રધાનોને મળશે અને નવી દિલ્‍હીમાં ગુજરાત ભવન ખાતે આયોજિત ગુજરાતના નવનિર્વાચીત સાંસદોના સ્‍નેહમિલનમાં પણ ઉપસ્‍થિત રહેશે.

9.32am: આજે શેરબજારમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. BSE સેન્સેક્સ 277.53 પોઈન્ટ ગગડીને 25311.48 પોઈન્ટની સપાટીએ જ્યારે NSEનો નિફ્ટી 83.20 પોઈન્ટ ઘટીને 7,565.35 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

9.30am: નવી મુંબઇના કોપરી ગામના વોલ્ટન હોટલમાં સવારે 5.30 વાગ્યાની આસપાસ એસીની શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે. એકનું મોત નિપજ્યું છે જ્યારે 20 લોકોને ઇજા પહોંચી છે.

ભાજપના બાગી નેતા જસવંત સિંહ લપસી જતાં ICUમાં દાખલ
8.50am:
નવી દિલ્હી: ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જસવંત સિંહને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો જસવંત સિંહ ગુરૂવારે રાત્રે પોતાના ઘરના બાથરૂમમાં જતી વખતે પડી ગયા હતા. તેમને ઘણી ઇજા પહોંચી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ઇજા ગંભીર છે. જો કે જસવંત સિંહને હાલ ધોળા કુવા સ્થિત આર્મી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તેમને આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતી નાજુક છે.

8.40am: પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું પુસ્તક One Life Is Not Enough દિલ્હીમાં લોન્ચ, પુસ્તકમાં સોનિયા અને રાહુલ પર ઘણા ખુલાસા.

8.35am: માનચેસ્ટર: ઓલ્ડ ટ્રેફોર્ડમાં ચાલી રહેલી ચોઠી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ગુરૂવારે ભારતીય ટીમે પોતાનું અત્યાર સુધીનું સૌથી ખરાબ અને શરમજનક પ્રદર્શન કર્યું. ટેસ્ટના પ્રથમ દિવસે જ ભારતીય ટીમ ધરાશય થઇ ગઇ અને માત્ર 152 રન પર આખી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ. બેટિંગ માટે આખી દુનિયામાં જાણીતી ભારતીય ટીમના 6 બેસ્ટમેન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઇ ગયા, જો કે આ પોતાનામાં એક અનોખો પરંતુ ખરાબ વર્લ્ડ રેકોર્ડ છે.

પાર્ટી ઇચ્છે છે સોનિયા, રાહુલ અન પ્રિયંકા નેતૃત્વની ભૂમિકા સંભાળે: કોંગ્રેસ
8.30am: નવી દિલ્હી: પાર્ટીના મામલાઓમાં પ્રિયંકા માટે મોટી ભૂમિકા લઇને વધતા જતા સંકેતો વચ્ચે કોંગ્રેસે આજે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે ગાંધી પરિવારના બધા ત્રણ સભ્યો નેતૃત્વની ભૂમિકા સંભાળે.

પ.બંગાળના ઔદ્યોગિક વિકાસ પર રતન ટાટા અને અમિત મિત્રા વચ્ચે છેડાયું યુદ્ધ
8.15am: નવી દિલ્હી: પશ્વિમ બંગાળના ઔદ્યોગિક વિકાસને લઇને ટોચના ઉદ્યોગપતિ રતન ટાટા તથા રાજ્યના નાણામંત્રી અમિત મિત્રા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઇ ગયું છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ પર ટાટાની કથિત નકારાત્મક ટિપ્પણીથી નારાજ મિત્રાએ કહ્યું કે રતન ટાટા કદાચ ભ્રમિત છે, તો રતન ટાટાએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે મંત્રી 'વધુ કલ્પનાશીલ' છે.

ટીડીપી સાંસદે સંસદમાં કર્યું મહિલાઓનું અપમાન, માંગી માફી
8.000am: નવી દિલ્હી: સંસદમાં મહિલાઓની સુરક્ષા અને તેમના વિરૂદ્ધ વધતા જતા યૌન અપરાધ પર ચર્ચા દરમિયાન ગુરૂવારે ટીડીપી સાંસદ મુરલી મોહન માગંતીએ આપત્તિજનક નિવેદન આપ્યું. યૌન અપરાધથે બચવા માટે તેમણે મહિલાઓને યોગ્ય કપડાં પહેરવાની સલાહ આપી દિધી. ટીડીપી સાંસદના આ નિવેદન પર સંસદમાં હંગામો મચ્યો. મહિલા કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ તેમણે આડે હાથ લીધા અને આ પ્રકારના આપત્તિજનક શબ્દ પરત લેવા માટે કહ્યું. પછી આ નિવેદન પર વિવાદ વધતાં મુરલી મોહન માગંત્રીએ માંફી માગી લીધી.

કોંગ્રેસનું પતન લોકતંત્ર માટે ગંભીર સમસ્યા: નટવર સિંહ
7.45am: નવી દિલ્હી: પોતાના પુસ્તક અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી વિશે ટિપ્પણીઓથે રાજકીય ભૂકંપ લાવી ચૂકેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી નટવર સિંહે ગુરૂવારે કહ્યું કે ભારત તથા લોકતંત્ર માટે કોંગ્રેસ પાર્ટીનું ફરીથી મજબૂત સ્થિતીમાં આવવું મહત્વપૂર્ણ છે. નટવર સિંહે કહ્યું કે કોંગ્રેસને ગંભીર ચિંતન તથા આત્મ-મંથન કરવાની જરૂરિયાત છે કારણ કે જો પાર્ટીનું પતન ચાલુ રહેશે તો લોકતંત્ર ગંભીર સમસ્યામાં પડી જશે.

ભારત-નેપાળ સંબંધો પર ચીની મીડિયાએ મોદીને ગણાવ્યા 'સ્માર્ટ'
7.30am: બીજિંગ: ચીનના સરકારી મીડિયાએ ભારત-નેપાળ સંબંધોને ફરીથી સ્થાપિત કરવાના પ્રયત્નો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદેને 'ચતુર' ગણાવ્યા પરંતુ કહ્યું કે દ્રિપક્ષીય સંબંધોમાં ગરમાવો લાવવા માટે નેપાળને એક અરબ ડોલરની સસ્તી લોન પુરતી નથી.

અર્જુન પુરસ્કાર પસંદગી સમિતિની અધ્યક્ષતા કરશે કપિલ દેવ
7.00am: નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ દેશ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીનું આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદગી કરનાર પુરસ્કાર સમિતિના પ્રમુખ હશે જ્યારે પૂર્વ હોકી કેપ્ટન અજિતપાલ સિંહને દ્રોણાચાર્ય પુરસ્કારની પસંદગી સમિતિના પ્રમુખ બનાવવામાં આવી શકે છે.

English summary
Latest News in brief of August 8.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X