કેરલ: અભિનેત્રી રેખા મોહનના ઘરેથી મળી તેની લાશ

Subscribe to Oneindia News

મનોરંજન જગતમાંથી એક દુખના સમાચાર એ છે કે મલયાલમ ભાષાની લોકપ્રિય અભિનેત્રી રેખા મોહન તેના ઘરેથી મૃત હાલતમાં મળી આવી છે. પોલિસને તેના થ્રિસુર એપાર્ટમેંટમાંથી તેની લાશ મળી આવી છે.

actress

ન્યૂઝ મિનિટના સમાચારો મુજબ દુબઇમાં રહેતા રેખાના પતિએ પોલિસને ફોન કર્યો હતો કે છેલ્લા 2 દિવસથી તેની પત્ની સાથે તેની વાતચીત થઇ શકી નહોતી, તે ના તો ફોન ઉઠાવી રહી હતી કે ના તો કોઇ મેલનો જવાબ આપી રહી હતી. ત્યારબાદ પોલિસ રેખા મોહનના ઘરે પહોંચી જ્યાંથી તેની લાશ મળી આવી હતી.

હાલમાં પોલિસે લાશને પોસ્ટમોર્ટમ માટે થ્રિસુર મેડીકલ કોલેજ મોકલી દીધી છે અને આ મામલે કેસ પણ ફાઇલ કરી દીધો છે. તમને જણાવી દઇએ કે મલયાલી ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી છે રેખા મોહન. તેને ટીવી શો 'મયામા' અને 'Udyanapalakan', 'Yathramozhi' અને 'Ne Varuvolam' જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવશે.

English summary
Malayalam actress Rekha Mohan's body was found inside her flat in Thrissur on Saturday.
Please Wait while comments are loading...