For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીએ ઉત્તરપ્રદેશને ચાર રાજ્યોમાં વહેંચવાની માંગ ફરી કરી

|
Google Oneindia Gujarati News

લખનૌ, 31 જુલાઇ : બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ અલગ તેલંગાણા રાજ્ય બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશને ચાર રાજ્યોમાં વિભાજીત કરવાની પોતાની માગ ફરી ઉચ્ચારી છે.

માયાવતીએ જણાવ્યું કે તેમણે હંમેશા અલગ તેલંગાણાનું સમર્થન કર્યું છે. તેમનો પક્ષ નાના રાજ્યો બનાવવાની તરફેણ કરતું આવ્યું છે, જેથી યોગ્ય રીતે શાસન ચલાવી શકાય.

mayawati

વધુમાં માયાવતીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર હતી ત્યારે તેમણે રાજ્યને ચાર ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલી આપ્યો હતો. તેમણે કહ્યું કે હવે સરકારે તેલંગાણા બાદ આ મુદ્દે પણ વિચાર કરવો જોઈએ અને યુપીનું વિભાજન કરી દેવું જોઈએ.

આ ઉપરાંત આઇએએસ દુર્ગા શક્તિના સસ્પેન્શન મુદ્દે માયાવતીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ બાબતમાં હસ્તક્ષેપ કરી કાર્યવાહી કરવી જોઈએ.

English summary
Mayawati demand to divide Uttar Pradesh into 4 states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X