'બંગાળમાં ભાજપના ઉદય પાછળ મોદી ફેક્ટર'

Posted By:
Subscribe to Oneindia News

કલકત્તા, 27 જાન્યુઆરી: એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની લહેર બંગાળ સુધી પહોંચી રહી છે કારણ કે ભાજપની રાજ્ય એકમની સદસ્યતામાં બે ગણો વધારો થયો છે. પશ્વિમ બંગાળમાં ભાજપના એક નેતાએ કહ્યું હતું કે વર્ષ 2011માં રાજ્યમાં પાર્ટીની કુલ સદસ્યતા લગભગ 3 લાખ હતી જે વર્ષ 2013માં 7 લાખથી વધુ થઇ ગઇ છે.

ગત છ મહિનામાં પાર્ટીએ બે લાખ નવા સભ્યો બનાવ્યા છે. પાર્ટીના નેતા તેનો શ્રેય પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપે છે. ભાજપના પ્રવક્તા અને પાર્ટીની બંગાળ એકમના સહ પ્રભારી સિદ્ધાંત સિંહે જણાવ્યું હતું કે પાર્ટીની યુવા પાંખ એબીવીપીની સદસ્યતામાં પણ વધારો થયો છે અને ગત એક વર્ષમાં જ તેમાં 45,000 નવા કાર્યકર્તાઓ જોડાયા છે. તેમને કહ્યું હતું કે ભાજપની અલ્પસંખ્યક તથા મહિલા શાખાઓની સદસ્યતામાં 50 ટકાનો વધારો થયો છે.

સિદ્ધાંત સિંહે જણાવ્યું હતું કે 'પશ્વિમ બંગાળમાં ભાજપની સદસ્યતા વધારવા પાછળ બે મુખ્ય કારણ છે. પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા અને રાજ્યમાં વિપક્ષનો અભાવ.' ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આવો ઉત્સાહ પહેલાં બે અવસરોમાં જોવા મળ્યો. એક તો 90ના દાયકામાં શરૂઆતમાં રામ મંદિર આંદોલન દરમિયાન અને બીજીવાર કેન્દ્રમાં અટલ બિહારી વાજપાઇના શાસન દરમિયાન.

narendra-modi

સિદ્ધાંત સિંહે જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદીનો જાદૂ આખા દેશમાં છે અને બંગાળ પણ અલગ રહ્યું નથી. કલકત્તામાં 5 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન અમે તેને સાબિત કરી દઇશું.' સામાન્ય રીતે ભાજપ અને આરએસએસનો પશ્વિમ બંગાળમાં ઉંડો પ્રભાવ રહ્યો નથી. જો કે પાર્ટીના પૂર્વવર્તી સ્વરૂપ 'જનસંઘ'ની સહ સ્થાપના માટી પુત્ર શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી.

રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 27 ટકા છે જે રાજ્યની કુલ 294 વિધાનસભા સીટોમાંથી 140માં ખાસો પ્રભાવ ધરાવે છે. આ વસ્તી સત્તાના સમીકરણ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી આવી છે. આ વસ્તીને અગ્રણી રાજકીય પક્ષ આકર્ષવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. વર્ષ 2011માં વાલ કિલ્લાના ધ્વસ્ત થયા બાદ પશ્વિમ બંગાળમાં વાસ્તવિક વિપક્ષ લગભગ ના બરાબર રહ્યો છે અને ભાજપ પોતાની હાજરી નોંધાવવા માટે ધીરે ધીરે પ્રયત્ન કરી રહી છે. ખાસ કરીને દક્ષિણ બંગાળના વિસ્તારોમાં તે નરેન્દ્ર મોદીના વધતા જતા ગ્રાફની મદદ લઇ રહી છે.

આ વાત વર્ષ 2012માં મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર લોકસભા સીટ પર યોજાયેલા પેટાચૂંટણીમાં જાહેર થઇ જ્યારે ભાજપના ઉમેદવારને 85,867 વોટ મળ્યા. આ સંખ્યા કુલ મતોનો દસમો ભાગ હતો અને વર્ષ 2009માં ભાજપના ઉમેદવારના પક્ષમાં કરવામાં આવેલા મતદાનમાં 8 ટકાનો વધારો થયો.

English summary
The Narendra Modi wave seems to have reached the Bengal shores, indicated by the more than two-fold increase in the membership of the BJP's state unit. A BJP leader in West Bengal claimed that the total membership has increased from 3 lakh in 2011 to more than 7 lakh in 2013.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.