For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને 7 ડિફેંસ કંપનીઓ સોંપશે, રક્ષા ક્ષેત્રે મહત્વનું પગલું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને 7 ડિફેંસ કંપનીઓ સોંપશે, રક્ષા ક્ષેત્રે મહત્વનું પગલું

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સાત રક્ષા કંપનીઓ સોંપશે. આજે દશેરાના અવસર પર વડાપ્રધાન આ તમામ કંપનીઓ દેશને સમર્પિત કરશો. પીએમ મોદી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લોકોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમ રક્ષા મંત્રાલય તરફથી આયોજિત કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રક્ષા મંત્રાલયના અન્ય પ્રતિનિધિ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

modi govt

વડાપ્રધાન કાર્યાલય તરફથી જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી તે મુજબ સરકારે ફેસલો લીધો કે સરકાર ઑર્ડિનેંસ ફેક્ટ્રી બોર્ડને સરકારી વિભાગથી બહાર કરી 7 પૂર્ણ રૂપે સરકાર દ્વારા નિયંત્રિત કંપનીઓ તરીકે દેશને સમર્પિત કરશે. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે આ ફેસલો લેવામાં આવ્યો છે.

દેશને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. જે સાત કંપનીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સમર્પિત કરશે તેનાં નામ મ્યૂનિશેન ઈંડિયા લિમિટેડ, આર્મર્ડ વ્હિકલ્સ નિગમ લિમિટેડ, એડવાંસ્ડ વેપંસ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કંફર્ટ્સ લિમિટેડ, યંત્રા ઈન્ડિયા લિમિટેડ, ઈન્ડિયા ઑપ્ટેલ લિમિટેડ અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ છે. આ વિભાગોમાં કામ કરનાર તમામ કર્મચારીઓ જેઓ ગ્રુપ એ, બી અને સીમાં હતા તે બધા આ અલગ-અલગ કંપનીઓમાં ટ્રાંસફર કરવામાં આવશે.

English summary
Modi Govt to dedicate 7 defense companies today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X