For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર ચોતરફી પ્રહાર, ક્યારે આવશે 'અચ્છે દિન'!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જુલાઇ: ચૂંટણી દરમિયાન ભાજપનું એક સૂત્ર ખૂબ જ જાણીતું બન્યું હતું કે 'અચ્છે દિન આને વાલે હૈ'. નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતીને સરકાર બનાવી તેમના માટે તો સારા દિવસો આવી ગયા. પરંતુ દેશની સવા સો કરોડની જનતા સારા દિવસોની રાહ જોઇ રહી છે, પરંતુ તેમને રોજે-રોજ ખરાબ સમાચાર જ મળી રહ્યા છે. મોંઘવારી સતત વધતી જઇ રહી છે.

બીજી બાજું વિરોધી પાર્ટીઓને પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઇ છે. જેડીયૂ નેતા અલી અનવરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે મોંઘવારી ઓછી કરવાનું વચન આપીને સત્તામાં આવ્યા હતા, લોકોએ એ આશામાં વોટ આપ્યા કે મોંઘવારી ઓછી થશે, પરંતુ સરકારમાં આવતા જ મોંઘવારીમાં વધારો થવાનો શરૂ થઇ ગયો છે.

આપ નેતા આશુતોષે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ડુંગળીના ભાવ બેગણા થઇ ગયા છે, તેલના અને ખાંડના ભાવ વધ્યા છે. એક મહીનાથી વધારે સમય થઇ ગયો છે, અમને સરકાર જણાવે કે મોંઘવારી કેમ ઓછી નથી થઇ રહી. સરકારે જે પ્રકારે કામ કરવાનું હોય તે રીતે નથી કરી રહી.

વાંચો કોણે કર્યા મોદી સરકાર પર પ્રહાર...

જેડીયૂ નેતા અલી અનવર

જેડીયૂ નેતા અલી અનવર

જેડીયૂ નેતા અલી અનવરે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે મોંઘવારી ઓછી કરવાનું વચન આપીને સત્તામાં આવ્યા હતા, લોકોએ એ આશામાં વોટ આપ્યા કે મોંઘવારી ઓછી થશે, પરંતુ સરકારમાં આવતા જ મોંઘવારીમાં વધારો થવાનો શરૂ થઇ ગયો છે.

આપ નેતા આશુતોષ

આપ નેતા આશુતોષ

આપ નેતા આશુતોષે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ડુંગળીના ભાવ બેગણા થઇ ગયા છે, તેલના અને ખાંડના ભાવ વધ્યા છે. એક મહીનાથી વધારે સમય થઇ ગયો છે, અમને સરકાર જણાવે કે મોંઘવારી કેમ ઓછી નથી થઇ રહી. સરકારે જે પ્રકારે કામ કરવાનું હોય તે રીતે નથી કરી રહી.

પેટ્રોલ મોંઘુ

પેટ્રોલ મોંઘુ

હજી વધારે દિવસો નથી થયા જ્યારે સરકારે રેલવે ભાડામાં ભારે વધારો કર્યો. હવે પેટ્રોલની કિંમતોમાં એક રૂપિયા 69નો વધારો કરીને સરકારે સામાન્ય વ્યક્તિને એક ઝટકો આપી દીધો છે. ડીઝલના ભાવમાં પણ 50 પૈસાનો વધારો ઝિંકાયો છે. આ ભાવ ગઇકાલે મધ્યરાત્રીથી લાગુ થઇ ગયા.

ખાંડ પણ મોંઘી

ખાંડ પણ મોંઘી

બીજી બાજું ખાંડ અને ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. ડુંગળીના વધતા ભાવ પર હવે વિરોધી દળોને સરકાર પર નિશાનો સાધવાની તક મળી ગઇ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરી ખાવાના સામાનને લઇને પરિસ્થિતીની જાણકારી લીધી છે. સાથે જ કેન્દ્રએ રાજ્યોને સપ્લાય ચેનમાં જોડાયેલ મુશ્કેલીઓ દૂર કરવા માટે જણાવ્યું છે.

રોવડાવી રહી છે ડુંગળી

રોવડાવી રહી છે ડુંગળી

આ વર્ષે દેશમાં ડુંગળીની બંપર ખેતી થવા છતાં છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં આગ લાગેલી છે. દેશભરમાં ગયા અઠવાડીયાના મુકાબલે આ અઠવાડીયે ડુંગળીના ભાવમાં પાંચથી દસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહી છે. ડુંગળીની વધતી કિંમત પર હવે વિરોધી દળોને સરકાર પર નિશાનો સાધવાની તક મળી ગઇ છે. માટે અચ્છે દિનના નારા હવે જનતાને મજાક લાગવા લાગ્યો છે. જનતા તો રાહ જોઇ રહી છે મોંઘવારી ઓછી થવાની.

English summary
Narendra Modi targeted by Opposition, saying when will come 'Achhe Deen'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X