For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંસદ શશી થરૂરે 6 મહિલા સાંસદ સાથે શેર કરી તસવીર, કહી આ વાત

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરની 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. શશિ થરૂરે પોતે જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે. આ તસવીર સંસદના શીતકાલીન સત્રના પહેલા દિવસની છે. આ તસવીરને લઈ લોકો દ્વારા આક

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરની 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. શશિ થરૂરે પોતે જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે. આ તસવીર સંસદના શીતકાલીન સત્રના પહેલા દિવસની છે. આ તસવીરને લઈ લોકો દ્વારા આકરા પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અનેક મહિલાઓએ શશિ થરૂરની વિચારસરણી સામે સવાલ ઉઠાવ્યો છે.

Shashi Tharoor

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે તસવીર શેર કરીને લખ્યું હતું કે, 'કોણ કહે છે કે, કામ કરવા માટે લોકસભા આકર્ષક જગ્યા નથી? આજે સવારે મારા 6 સાથી સાંસદો સાથે.' આ તસવીરમાં કોંગ્રેસી સાંસદ પરનીત કૌર અને જોથિમની, ટીએમસી સાંસદ નુસરત જહાં અને મિમી ચક્રવર્તી, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકે સાંસદ થમિજાચી થંગાપાંડિયન જોવા મળી રહ્યા છે.

લોકો કોંગ્રેસી સાંસદ શશિ થરૂરની આ પોસ્ટને લઈ ટીખળ કરી રહ્યા છે. આ પોસ્ટની કોમેન્ટમાં વકીલ કરૂણા નંદીએ લખ્યું હતું કે, 'શશિ થરૂરે ચૂંટાયેલા રાજનેતાઓને તેમના દેખાવ પૂરતા સીમિત કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાને કેન્દ્રમાં રજૂ કર્યા છે.'

ટ્વિટર પર ટ્રોલ થયા બાદ કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે માફી માગી લીધી છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'સેલ્ફી (મહિલા સાંસદોની પહેલ પર લેવામાં આવી)નો ઉદ્દેશ્ય હાસ્ય હતો અને તેમણે જ મને આ ભાવની ટ્વિટ કરવા માટે કહ્યું હતું, મને દુખ છે કે કેટલાક લોકોને ખરાબ લાગ્યું, પરંતુ મને આ સૌહાર્દપૂર્ણ માહોલમાં કામ કરવું પસંદ છે, આ જ બધું છે.'

English summary
MP Shashi Tharoor shared a photo with 6 women MPs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X