મોહરમ કેમ એક તહેવાર નહિ પણ માતમનો દિવસ છે?

Subscribe to Oneindia News

" મોહરમ " કોઇ તહેવાર નહિ પણ મુસ્લિમોના શિયા સમુદાય માટે એક માતમનો દિવસ છે, જેને તેઓ ઇમામ હુસેનના શોકમાં મનાવે છે.

moharam

આવો જાણીએ આ પર્વની ખાસ વાતો...

ઇસ્લામી કેલેંડર અનુસાર " મોહરમ " મહિનાની પહેલી તારીખે મુસલમાનોનું નવુ વર્ષ હિજરી શરુ થાય છે.

ઇસ્લામી કે હિજરી કેલેંડર એક કેલેંડર છે, જે માત્ર મુસ્લિમ દેશોમાં જ વપરાશમાં નહિ પરંતુ દુનિયાભરના મુસલમાનો ઇસ્લામિક ધાર્મિક તહેવારો મનાવવાનો યોગ્ય સમય જોવા માટે વાપરે છે.

આ મહિનાને ઇસ્લામના ચાર પવિત્ર મહિનામાંનો એક ગણવામાં આવે છે. અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદે આ મહિનાને અલ્લાહનો મહિનો ગણાવ્યો છે. સાથે જ આ મહિનામાં રોજા રાખવાનો મહિમા પણ બતાવ્યો છે.


ઇતિહાસ

મોહરમનુ ઇસ્લામ ધર્મમાં ખૂબ મહત્વ છે. સન 680 માં આ મહિનામાં કર્બલા નામક સ્થાનમાં એક ધર્મ યુદ્ધ થયુ હતુ, જે પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના નાતી અને યજીદ (પુત્ર માવિયા પુત્ર અબુસુફિયાન પુત્ર ઉમેસ્યા) વચ્ચે થયુ હતુ.

આ ધર્મ યુદ્ધમાં હજરત સાહેબની જીત થઇ હતી.

પરંતુ યજીદના કમાંડરે હજરત ઇમામ હુસેન અને તેમના બધા 72 સાથિઓ (પરિવારજનો) ને શહીદ કરી દીધા હતા. જેમાં છ મહિનાનો પુત્ર હજરત અલી અસગર પણ હતો.

ત્યારથી દુનિયાના તમામ મુસલમાનો આ મહિનામાં ઇમામ હુસેન અને તેમના સાથિઓની શહાદતના શોકમાં તેમને યાદ કરે છે.

English summary
Muharram is an important occasion which marks the holy day of Ashura. Muharram is one of the four sacred months of the year and is considered the holiest month after Ramadan. The word ‘Muharram’ means forbidden and sinful.
Please Wait while comments are loading...