For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યારેય નથી જોઇ આવી કાયર સરકાર: મુલાયમ

|
Google Oneindia Gujarati News

mulayam singh yadav
નવી દિલ્હી, 29 એપ્રિલ: લદ્દાખમાં પાડોશી દેશ ચીનની ઘુસણખોરીને લઇને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ રક્ષામંત્રી મુલાયમસિંહ યાદવે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો. મુલાયમે જણાવ્યું કે તેમણે આવી કાયર સરકાર પહેલા ક્યારેય નથી જોઇ.

મુલાયમ સિંહ યાદવે આજે સંસદમાં જણાવ્યું કે ભારતને પાકિસ્તાનથી નહીં પરંતુ ચીનથી વધારે ખતરો છે. તેમણે જણાવ્યું કે 'હું છેલ્લા 8 વર્ષોથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. મે ચેતવણી આપી હતી કે 1962ના યુદ્ધનું પુનરાવર્તન થઇ શકે છે. મેં પ્રધાનમંત્રીને જઇને મળ્યો પણ હતો, પરંતુ કોઇ જવાબ ના આવ્યો. હવે સલમાન કુર્શીદ ચીન જઇ રહ્યા છે, તેઓ શું કરવા જઇ રહ્યા છે? શું તેમની પાસે ભીખ માંગવા જઇ રહ્યા છે?'

ઉલ્લેખનીય છે કે પહેલા પણ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ રક્ષમંત્રી મુલાયમસિંહ યાદવે શુક્રવારે કેન્દ્ર સરકારને નબળી ગણાવતા જણાવ્યું કે ચીન આપણી જમીન પર કબજો જમાવતું જઇ રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર નિષ્ફળ સાબિત થઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સામે સૌથી મોટું સંકટ ચીન છે, નહીં કે પાકિસ્તાન.

મુલાયમસિંહ યાદવે ગૃહમાં કેન્દ્ર સરકાર પાસે અને રક્ષામંત્રી પાસે જવાબ માંગ્યો હતો કે તેઓ શા માટે ચીન સામે કોઇ એક્શન નથી લેતા. તેમણે એ પણ માંગ કરી કે પ્રધાનમંત્રી જવાબ આપે કે આખરે સરકાર ચીન સામે લડવામાં આટલી કાયર અને અસમર્થ કેમ છે?

English summary
Mulayam Singh says China is our biggest enemy, calls UPA govt incompetent and good for nothing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X