For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થાણેમાં 7 માળની બિલ્ડિંગ ઢળી પડી, 28ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 5 એપ્રિલ: થાણેમાં ગુરૂવારે સાંજે સાત માળની બિલ્ડિંગ ઢળી પડતાં કાટમાળ નીચે દબાઇ જતાં 28 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 65થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાની આશંકા છે. રાહત અને બચાવ કામ શરૂ છે. બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાનું શરૂ કરી દેવામાં આવી રહ્યું છે. પોલીસે બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર વિરૂદ્ધ બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છેમ પરં આરોપી બિલ્ડર ફરાર છે.

તો બીજી તરફ શિલ ફાટ વિસ્તારમાં 7 માળની બિલ્ડિંગ જોત જોતામાં જમીનદોસ્ત થઇ ગઇ હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ગુરૂવારે સાંજે 7 માળની બિલ્ડિંગ ગંજીફાન પત્તાની જેમ ઢળી પડી હતી અને 50થી વધુ લોકો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. લોકોનું કહેવું છે કે આ બિલ્ડિંગ ચાર મહિના પહેલાં બનાવવામાં આવી અને ગેરકાયદેસર છે. અકસ્માતના સમાચાર મળતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમોના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત કામ શરૂ કરી દિધું હતું.

building-collapse

પોલીસ કમિશ્નર થાણે કે.પી રઘુવંશીના જણાવ્યા અનુસાર રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણા લોકો ફસાયેલા છે. એસઆરપીએફની ટીમ, થાણે પોલીસ ટીમ, મહાનગર પાલિકાની ટીમ અને મુંબઇ મહાનગર પાલિકાની ટીમ રાહત અને બચાવકાર્યમાં જોડાઇ ગયા છે.

તો બીજી તરફ આરોપ લગાવવામાં આવે છે બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. નિર્માણકાર્યમાં હલકી કક્ષાનો સામાન ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે બિલ્ડિંગ શરૂઆતથી નબળી હતી. આરોપ છે કે બિલ્ડિંગનું નિર્માણ ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે લગભગ 35 દિવસોમાં 7 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. 7 માળની બિલ્ડિંગના ચોથા માળ સુધી લોકો રહેતા હતા.

જ્યારે બિલ્ડિંગ અકસ્માતના મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. થાણે મહાનગર પાલિકા પર શિવસેનાનો કબજો હતો જ્યારે રાજ્યમાં કોંગ્રેસ એનસીપીની સરકાર છે. હવે થાણેના પાલક મંત્રી ગણેશ નાઇકનું કહેવું છે કે આ અકસ્માત માટે નગર નિગમ જવાબદાર છે, જેને ગેરકાયદેસર બિલ્ડિંગ પર સમયસર કાર્યવાહી ન કરી. આસપાસના લોકોનું કહેવું છે કે આ બિલ્ડિંગમાં લગભગ 50 પરિવાર રહેતા હતા. સાંજના સમય હોવાથી મોટાભાગે લોકો પોતાના ઘરમાં હતા. જેથી ઘાયલોમાં મહિલાઓ અને બાળકોની સંખ્ય વધારે છે. પોલીસે બિલ્ડર જમાલ ખાન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે તે હાલ ફરાર છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
At least 28 people were killed and over 50 injured when a seven-storied under-construction building collapsed in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X