• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

... અને મોદીએ દેશના યુવાનોને કહ્યું, 'હું આવી રહ્યો છું'

|

પૂણે, 14 જુલાઇ : ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તા. ૧૪ જુલાઇના રોજ પૂણેના પ્રવાસે ગયા છે, જ્યાં તેઓ ત્રણ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા મોદી દેશની યુવાશક્તિને ભાજપ સાથે જોડવાનું મિશન હાથ ધર્યું છે જેના પગલે તેઓ પૂણેની કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધવા માટે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે એજ્યુકેશન અને નેશન બિલ્ડિંગ અંગે વાત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જે યુવાનો અહીં આવી નથી શક્યા અથવા તો હાજર રહી શક્યા નથી, તેમને હું જણાવી રહ્યો છું કે, હું તેમની પાસે આવી રહ્યો છે.

વીર સાવરકરજી જે સ્થળ પર રહીને સ્વાતંત્ર્યની ઉપસાના કરતા, સ્વાતંત્ર્યનો સંદેશ સાથીઓને સંભળાવતા એ કક્ષમાં જવાનું મને સૌભાગ્ય મળ્યું, ભારત માતાની ઉત્કૃષ્ઠ સેવા કરવાના વાઇબ્રેશન એ કક્ષમાં અનુભવ્યા, એ પણ હું મારું સૌભાગ્ય માનું છે અને જેસ્તાન પર હું ઉભો છું ઇતિહાસ ગવાહ છે, 100 વર્ષ જૂની વિરાસત છે અને દેશની ગણમાન્ય મહાનુંભાવોએ પોતાના વિચારોથી યુવા પેઢી અને રાષ્ટ્રનું માર્ગદર્શન કર્યું છે. આપણે કંઇપણના કરીએ, વક્તાને ના બોલાવીએ, મૌન રહીને એ સ્મૃતિઓનું સ્મરણ કરીએ તો આહીં આવેલા મહાનુભાવોના શબ્દો અહીં અનુભવી શકશું. આ સ્થાને મને કંઇક કહેવાનું સૌભાગ્ય મળે તે મારા માટે એક મોટો સદભાગ્યનો પળ છે.

આ કોલેજમા આવવાનું જ્યારે નક્કી થયું ત્યારે મે એક નાનો અમથો પ્રયોગ કર્યો, સોશિયલ નેટવર્કિંગમાં એક રિકવેસ્ટ કરી હતી, તમને શું લાગે છે, મારે શું કહેવું જોઇએ. તમે મને ગાઇડ કરો, મારું માર્ગદર્શન કરો અને હું ગર્વ સાથે કહું છું કે દેશના ખુણે-ખુણેથી હજારો યુવાનોએ મને પત્ર લખ્યો, અહીં શું કહેવું તે અંગે જણાવ્યું હતું. મારા ભાષણમાં એ નોજવાનોની છાયા રહશે. આજના ભાષણને બાંધવામાં નોજવાનોનું યોગદાન છે, આ ભાષણ મોદીનું નથી, એ હજારો સોશિયલ મીડિયાના યુવાનોનું છે. હું માત્ર તેમને વાણી આપી રહ્યો છું.

ક્યારેક ક્યારેક એવી ચર્ચા થાય છે, યુવાનો અને દેશ શું કરી રહ્યાં છે, આ હજારોમાં દેશના સમાન તંતુ એ જોવા મળે છે કે આ બધા દેશની દરેક વાતથી જોડાયેલા છે. આજના યુવાનો વિચારે છે અને કંઇક કરવા અને કહેવા માગે છે, અને એ મે આજે આ ભાષણના માધ્યમથી અનુભવ્યું કે યુવાનોમાં શું આગ અને સ્પાર્ક અને સ્વપ્ન છે. તેમનામાં કંઇક કરવાની ઉમંગ અને ઉત્સાહ છે, અને જે દેશના નોજવાન સામર્થ્યવાન અને પ્રતિબદ્ધ હોય તે દેશનું ભવિષ્ય અંધકારમય ના હોય તે હું આ ધરતી પરથી કહેવા માંગું છું. ભારત ભાગ્યશાળી છે કે આપણે વિશ્વના સૌથી યુવા દેશ છીએ. આપણે દેશની 65 ટકા જનતા 35 વર્ષની ઉમર કરતા ઓછી છે. આ યુવા દેશ વિશ્વને શું નથી આપી શકતો અને કરી શકતો. વિશ્વની સમસ્યાના સમાધાન માટે આ યુવાશક્તિ કામ આવી શકે છે પણ શરત કે કોઇ દિશા, વિચારવાવાળું હોય. બધું જ શક્ય છે. તો કોલેજમાં યુવાનો સંબોધતી વેળા મોદીએ શું કહ્યું તે તસવીરો થકી જાણીએ.

ગુરુકુળની શિક્ષા અને મોર્ડન શિક્ષણ પ્રણાલીની તુલના

ગુરુકુળની શિક્ષા અને મોર્ડન શિક્ષણ પ્રણાલીની તુલના

આજે દેશમાં જે નિરાશાનો માહોલ છે. ચારેકોર જે કોઇ મળે તે પોતાના નસીબને કોશે છે, મિત્રો હું ભાષાને અવગણતો નથી. ગુલામીના સમયમાં જો યુવાનોમાં એ સામાર્થ્ય હતું તો આજે તો દેશ કેમ નિરાશ થઇ ગયો છે. નિરાશાના આ માહોલમાંથી ઉઠવાની જરૂર છે. એવું નથી કે બધુ ડુબી ગયું છે આજે પણ બધું સારું થઇ શેકે તેવી સંભાવના છે. શિક્ષા વ્યવસ્થાની ચર્ચા કરીએ તો આવી હાલાત કેવી રીતે બની. જે ઇતિહાસ જાણે છે તેમને ખબર હશે કે હજારો વર્ષોથી આપણી કેટલી મહાન પરંપરા હતી. આપણી ગુરુકુળની શિક્ષાની પરપંરા અને અમેરિકાની મોર્ડન શિક્ષણ પ્રણાલીને તોલવામાં આવે તો જાણવા મળશે કે વ્યક્તિની અંદર રહેલી શક્તિને બહાર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિખવા માટેના રસ્તાઓ દર્શાવવામાં આવે છે. આપણા ગુરુકુળમાં પણ આ જ પ્રણાલી જોવા મળતી હતી, જેમાં તમામ રાજા, પડિંત, જ્ઞાની અને યોદ્ધા ભણતા હતા. સામાર્થ્યવાન બનવા માટે તકો મળતી હતી. દરેક પોતાની રૂચિ અનુસાર શિક્ષણ મળતું હતું.

ગુરુકુળથી વિશ્વકુળ સુધીની યાત્રા અંગે વિચારવું જોઇએ

ગુરુકુળથી વિશ્વકુળ સુધીની યાત્રા અંગે વિચારવું જોઇએ

આજે આપણે ગુરુકુળથી વિશ્વકુળ સુધીની યાત્રા અંગે વિચારવું જોઇએ. દેશ આઝાદ થયા બાદ આપણે આપણી આ પરપંરાને ઉજાગર કરવાના સ્વપ્ન જોયા હતો, વિશ્વની આધુનિક શિક્ષા ગ્રહણ કરવાનું વિચાર્યું હોત તો આપણે ધણું બધું કરી શક્યા હતો. આજે પણ હું આ પવિત્ર ધરતી પરથી કોઇ રાજકારણી નિવેદન કરવા માગતો નથી. પંરતુ એક સામાન્ય નાગરીક તરીકે કહેવા માગું છું કે આકાંક્ષાઓ પરીપુર્ણ થઇ છે ખરી? એ કરવાની જરૂર છે.

આપણે મેન મેકિંગથી મની મેકિંગ મશીન તરફ ગયા

આપણે મેન મેકિંગથી મની મેકિંગ મશીન તરફ ગયા

મેન મેકિંગથી મની મેકિંગ મશીન તરફ ગયા છે તેના માટે કોણ જવાબદાર છે. હું નિરાશ નથી. આ સ્થિતિ પણ બદલી શકાય છે. સ્થિતિને સરખી કરી શકાય છે, પરંતુ તેના માટે તમારી પાસે વિઝન હોવું જોઇએ. કલ્પના કરો આજે પણ શ્રેષ્ઠ શિક્ષા સંસ્થાનોની ચર્ચા થાય છે. તો ફર્ગ્યુશન, હિન્દુ બનારસ, શાંતિનીકેતનનું નામ આવે છે. આ બધામાં ક્યાંય સરકાર જોવા મળે છે ખરી, ગુજરાતની વિદ્યાપીઠ તરફ ધ્યાન જાય છે તે મહાત્મા ગાંધીએ બનાવી છે. કહેવાનો અર્થ એ છે કે આઝાદી પહેલા આપણા મહાન પુરુષોએ શિક્ષણનું મહત્વ સમજ્યું અને આ સંસ્થાઓને શરૂ કરવામાં કોઇ મહાન પુરુષનું યોગદાન છે.

આધુનિકરણ જોઇએ પશ્ચિમીકરણ નહીં

આધુનિકરણ જોઇએ પશ્ચિમીકરણ નહીં

આઝાદી પછી કોઇ એવી વસ્તુ નહોતી કરી શકતા કે આપણે ગર્વથી કહીં શકીએ કે હા અમે કરી શક્યા. પણ નથી થયું. જો સમયના પરિવર્તનની સાથે આધુનિકતામાં માનું છું. મોર્ડનાઇઝેશન વિધાઉટ વેસ્ટર્નાઇઝેશન. આધુનિકરણ જોઇએ પશ્ચિમીકરણ નહીં. વિશ્વની સામે આંખથી આંખ મિલાવી શકીએ તેવા યુવાનો કેમ ના બનાવી શકીએ. આઇટીમાં આપણા યુવાનો ધુમ મચાવી રહ્યાં છે અને વિશ્વએ માનવું પડ્યું ભારત પાસે ઘણું બધું છે.

સાઉથ કોરિયા ક્યાંનું ક્યાં પહોંચી ગયું

સાઉથ કોરિયા ક્યાંનું ક્યાં પહોંચી ગયું

આજે આખા વિશ્વમાં 21મી સદી હિન્દુસ્તાનની સદીની ચર્ચા સાંભળવા મળે છે. આપણા અનેક પ્રધાનમંત્રીઓ કહેતા રહ્યા છે કે 21મી સદી આવી રહી છે, આપણા કાન એ સાંભળીને થાકી ગયા છે, પરંતુ શું આપણે એ થાય તે માટે વિચાર્યું છે ખરું. પરંતુ જો 20મી સદીના ઉતરાર્ધથી દેશને ક્યાં લઇ જવો છે તેનું સ્વપ્ન જોયું હોત તો આજે આપણે આજે જ્યાં છીએ ત્યાં ના હોત. સાઉથ કોરિયા આપણી સાથે આઝાદ થયો પરંતુ નાના સમયમાં તે વિશ્વના સમૃદ્ધ દેશોમાં આવી ગયું. આપણા દેશમાં કોમનવેલ્થનું આયોજન કર્યુ પરંતુ આપણે કોમનવેલ્થમાં દેશની ઇજ્જતને લૂંટાવી દીધી. ખેલકુદની બે ઘટના સાઉથ કોરિયાને વિશ્વફલક પર લઇ ગયું એક ઘટના આપણા દેશને શર્મસાર કરે છે, ત્યારે ચિંતા થાય છે. આપણે દેશને એ દિશામાં લઇ જવા માંગીએ છીએ.

યુનિવર્સિટી બિલ્ડિંગ કે બિલ્ડિંગ યુનિવર્સિટી?

યુનિવર્સિટી બિલ્ડિંગ કે બિલ્ડિંગ યુનિવર્સિટી?

જ્યારે પણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. આટલો મોટો દેશ ગોલ્ડ મેડલ ના મળ્યો, બીજો દેશ આ કરી ગયો, આ સ્થિતિ છે, પરંતુ શું આપણે શિક્ષણ વ્યવસ્થાને તેની સાથે જોડ્યુ છે ખરું. સેનાના જવાનોને કામ કરવામાં આવે, તેમને ટ્રેનિંગ આપવાનું કરવામાં આવે તો આપણા જવાનો પાંચ-સાત મેડલ લેતા આવશે. વિચાર જોઇએ. માથું પકડીને બેસી રહેવું કંઇ ના થયું. રાષ્ટ્ર આ રીતે ના ચાલે, નેશન બિલ્ડિગની વાત આવે ત્યારે હ્યુમન પહેલી વાત આવે છે. સરકાર બજેટ કરે છે, યુનિવર્સિટી બિલ્ડિંગ બનાવે છે, શું આપણી શક્તિ યુનિવર્સિટી બિલ્ડિંગ બનાવવામાં વાપરીશું કે બિલ્ડિંગ યુનિવર્સ્ટીમાં? આપણી પ્રાથમિકતા શું હોવી જોઇએ. યુનિવિર્સિટી બિલ્ડિંગમાં ટેન્ડર હોય છે. સમસ્યાઓનું સમાધાન છે પરંતુ તે કરવાની યોજના હોવી જોઇએ.

એક ગુણવત્તાયુક્ત ખોજ થવાની જરૂર

એક ગુણવત્તાયુક્ત ખોજ થવાની જરૂર

આપણે ત્યાં પહેલા 50 હજાર ડોક્ટરેટ હતા ત્યારે ચીન પાસે છ હજાર હતા. આજે ચીન 80 હજારને ક્રોસ કરી ગયા છે અને આપણે જ્યા હતા ત્યાથી પાછળ જતા રહ્યાં છીએ. અમેરિકામાં એ વ્યવસ્થા છે, ત્યાની યુનિવર્સિટી રિસર્ચ કરે છે અને તે એક ડોક્યુમેન્ટ તરીકે તૈયાર કરે છે. જો તેમને કોઇ તિબેટની ઇકોનોમિક તૈયાર કરવી હોય છે. તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રિસર્ચ કરવા મોકલે છે. દેશ આઝાદ થયા બાદ જેટલા લોકોએ રિસર્ચ કર્યું છે, તેનો ડેટા દેશ પાસે નથી. કોણે રિસર્ચ કર્યું છે તેના ડેટા નથી. આજે કોમ્પ્યુટરના યુગમાં આપણે શું તેમને કમ્પાઇલ કરી શકતા નથી. કરી શકીએ છીએ. નવું તો ઠીક પણ જુનુ છે તેને કરવા માટે માઇનિંગ તો કરી શકીએ છીએને. આપણી ટેલેન્ટને ટેલેન્ટ પુલ અને તેને નેશન બિલ્ડિંગ સાથે જોડવી જોઇએ. હું ગુજરાતનું ઉદાહરણ આપવા માગું છું.

રિસર્ચને બળ આપવું જરૂરી

રિસર્ચને બળ આપવું જરૂરી

ગુજરાતમાં આદિવાસીઓ પર રિસર્ચ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ એકઠા કર્યા અને જાણ્યું કે શું થઇ શકે છે. અને અમને જાણવા મળ્યું કે વનબંધુ પેકેજ તૈયાર કર્યું હતું. આ પ્રકારના વિઝન સાથે બજેટ નક્કી કરવામાં આવ્યું. અમે જે 50 વર્ષમાં ના કરી શક્યા તે 10 વર્ષમાં કરવામાં આવ્યું. અમે ટેલેન્ટ જાણ્યું અને તેને જોડ્યું અને પરિણામ જોવા મળ્યું. ભારત પાસે ટેલેન્ટ છે પણ તેનું મહાત્મ્ય નથી. એજ્યુકેશન અને નેશનની વાત કરી રહ્યાં છીએ તો આપણે રિસર્ચ થઇ રહી છે તેને બળ આપવું પડશે અને તે આપણા દેશના નિર્માણ સાથે જોડવું પડશે. તો તેમા પણ અનેક પરિવર્તન જોવા મળશે. જે દેશ રિસર્ચને મહત્વ નથી આપતું તો એક ઠહેરાવ આવી જાય છે. નિરતંર ખોજ એક જરૂરિયાત છે અને તેના માટે એક માહોલ બનાવવાની જરૂર છે. આપણે સોસયટીમાં પરિવર્તન લાવી શકતા નથી તેથી એક ગુણવત્તાયુક્ત ખોજ થવાની જરૂર છે.

 હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સાથે જોડાયેલું છે ટૂરિઝમ

હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સાથે જોડાયેલું છે ટૂરિઝમ

ટૂરિઝમ એક મોટો બિઝનેસ છે અને નીઓ મિડલ ક્લાસ ટૂરિઝમને હવે આગળ વધારી રહ્યો છે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ટૂરિઝમ સાથે જોડાયેલું છે. અમારે ત્યાં સરદાર સરોવર ડેમ છે. ખબર નથી પહેલા શું નિયમ હતા, પહેલા ત્યાં કોઇને એન્ટ્રી નહોતી. ફોટો પડાતો નહોતો. મે મારા અધિકારીને સમજાવ્યું કે, આ નો એન્ટ્રી શા કામની, સેટેલાઇટથી બધું જાણી શકાય છે અને અમે તેને ખોલ્યું અને ટીકીટ રાખી, પહેલા બે વર્ષમાં પાંચ લાખ વિઝિટર આવ્યા, પછી અમને જાણવા મળ્યું કે અહીં ગાઇડની જરૂર છે, અને બે ત્રણ ભાષામાં અમારા આદિવાસી ગાઇડ્સ વિઝિટર્સને સમજાવે છે. બાબત નાની છે, પણ પ્રશ્ન એ છે કે આ બદલાવ દેશમાં લાવી શકીએ છે

ભારત કૃષિપ્રધાનમાંથી સાબુપ્રધાન દેશ બની ગયો

ભારત કૃષિપ્રધાનમાંથી સાબુપ્રધાન દેશ બની ગયો

દેશનું દુર્ભાગ્ય છે કે માનવ સંશાધન પર બલ નથી આપતા, આપણા દેશનો કૃષિવિકાસ દળ 2થી 3 ટકા છે.પણ ટીવી પર જોઇએ તો ભારત સાબુ પ્રધાન દેશ બની ગયો છે. આપણે સાબુંનું ઉત્પાદન કરીએ છીએ। શા માટે આપણી એગ્રી યુનિવર્સિટી ટેક્નોલોજી લાવીને આપણા ખેડુતોને તૈયાર ના કરે. આપણે ખેહુતોને તેમના હાલ પર છોડી દીધા છે. જમીન અને ખેડુતો ઘટી રહ્યાં છે અને ત્યારે આપણે એગ્રીમાં ફેરબદલ કરવાની જરૂર છે. અને એ કરવામાં આવે તો પરિવર્તન આવે પરંતુ આપણું તેમાં ધ્યાન નથી. જો આપણે શિક્ષાના એ મુલ્યોનો સ્વિકાર કરીએ તો આવી શકે છે.

ઇનોવેશનને બળ આપી શકાય

ઇનોવેશનને બળ આપી શકાય

અમે એ કામ કર્યું છે કે, ઇનોવેશનને બળ આપવાનું. આઇ ક્રિએટ ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે, જેમાં ભારતના કોઇપણ ખુણામાંથી આવીને તેમને એવું વાતાવરણ આપવાના છીએ કે તે ત્યાં આવીને પોતાની કૌશલ્યતા દર્શાવી શકે. અમે નારાયણમૂર્તિને કહ્યું કે સરકાર પૈસા આપવા તૈયાર છે પણ હું પૈસા સરકાર પાસે રાખવા નથી માગતો. બધાને પાવરમાં રસ છે અને મને એમ પાવરમાં માનીએ છીએ. અમે નારાયણમૂર્તિને કહ્યું તેમણે છ મહિના બાદ તેના ચેરમેન છે અમે દેશને એક સારી ઇન્સ્ટિટ્યૂટ આપવા માગીએ છીએ. આપણે પોલીસ અંગેની માનસીકતા બદલી નથી શકતા. અમે એક રક્ષાશક્તિ યુનિવર્સિટી તૈયાર કરી છે. જે યુનિફોર્મ સેવામાં જવા માગે છે, તેમને ત્યાં ભણતર આપવામાં આવે છે. ત્યાંથી તે ગ્રેજ્યુએટ થઇને ત્યાંથી જશો તો બદલાવ આવશે. ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે.

યુવાનોને ડિફેન્સ સાથે જોડી શકાય

યુવાનોને ડિફેન્સ સાથે જોડી શકાય

આપણા પાડોસીઓને જુઓ. તેઓ આપણા મિત્રો નથી. ડિફેન્સમાં જુઓ આપણી ટોપ ઓફિસમાં જગ્યાઓ ખાલી છે, આપણા યુવાનો ત્યાં જવા તૈયાર નથી. કારણ કે આપણે તે અંગે બાળકોને ટ્રેઇન કર્યા નથી, શું આપણે તેમને યુવાનીની ઉમર સુધી એ અંગે ટ્રેન કરી ના શકીએ, શું તે ના થઇ શકે, તે એટલું અઘરું નથી, પરંતુ આપણે જાતે જ ડિફેન્સ પ્રોડક્શનમાં ધ્યાન આપતા નથી. એન્જીનિયરિંગ કોલેજમાં ડિફેન્સ એન્જીનિયરિંગ અંગેના કોઇ કોર્સ નથી, જે શરૂ કરીને યુવાનોને ડિફેન્સ સાથે જોડી શકાય છે.

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ગુજરાત પહેલું

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ગુજરાત પહેલું

આજે આપણે સાઇબર ક્રાઇમની વાત કરીએ છીએ, આપણી પોલીસને જે ટ્રેનિગં મળી છે તેનાથી સોલ્વ થશે. આપણે તેના પર કામ કરવું પડશે. મને ગર્વ છે કે, ગુજરાત વિશ્વમાં પહેલું છે કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરી છે. પરંતુ ક્યારેક આપણે સાંભળીએ છીએ, થોડુંક યાદ રાખીએ છીએ થોડુક ભુલી જઇએ છીએ. હવે કાલે કોંગ્રેસના મિત્રોનું નિવેદન આવશે કે ફોરેન્સિક સાયન્સ કોર્સ ઘણી બધી જગ્યા છે, તો તેમને હું કહેવા માંગુ છું કે, હું ફોરેન્સિક સાયન્સ કોર્સ નહીં યુનિવર્સિટીની વાત કરી રહ્યો છું. શું મિત્રો આપણે આપણી જરૂરિયાત અનુસાર માનવ સંશાધન શરૂ નથી કરી શકતા.

આપણા શિક્ષકો વિદેશ જાય

આપણા શિક્ષકો વિદેશ જાય

આપણા બિઝનેસમેન એબ્રોડ જાય છે અને ડોલર અને પાઉન્ડમાં કમાય છે, પરંતુ જો શિક્ષક જશે તો શિક્ષક જનરેશનને આપણી સમાજના કે તેના જૂથનાં નૈતિક વિચારો અને વલણ સાથે પ્રેરિત કરી શકે છે. અમે શિક્ષકો માટે એક યુનિવર્સિટીની રચના કરી છે, અને તેના આ પાંચ વર્ષના કોર્સમાં અમે શિક્ષણ સંબંધિત તમામ બાબતોને આવરી લઇશું. આપણો દેશ છે અને આપણી પાસે મોટો દરિયા કિનારો છે, જો શિંગાપોર જેવો નાનો દેશ તેને નાના અમથા દરિયા કિનારાથી ઘણું બધું કરી શકે છે તો આપણે પણ કરી શકીએ છીએ. પરંતુ આપણે મરિન એન્જીનિયરિંગ અને પોર્ટ મેનેજમેન્ટ અંગે વિશેષ ધ્યાન આપ્યું નથી.

English summary
Shri Narendra Modi addresses youth at Fergusson College, Pune
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more