For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇલેક્શન ડેટાબેઝ પોર્ટલ IndiaVotes.comની રજૂઆત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 નવેમ્બર : રાજકારણમાં રસ ધરાવનારાઓને ચૂંટણીમાં વિશેષ રસ હોય છે. ચૂંટણી રસિકોને ચૂંટણીને સંબંધિત તમામ માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ બને એ હેતુથી મુંબઇ સ્થિત મીડિયા અને ટેકનોલોજી કંપની નિતિ ડિજિટલ દ્વારા Indiavotes.comની રજૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલની વિશેષતા એ છે કે તેમાં 1952થી અત્યાર સુધીની તમામ લોકસભા ચૂંટણીઓ અને 1977થી તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની માહિતી આપવામાં આવી છે.

indiavotes

રાજકીય વર્ચસ્વમાં સામાન્ય લોકોને નિર્ણય લેવામાં મદદરૂપ બનવા માટે ચૂંટણીલક્ષી તમામ માહિતીને સરળતાથી નારગિકો સુધી પહોંચાડવાના વિચારે પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ઓનલાઇન મીડિયામાં ચૂંટણીલક્ષી ઘણી માહિતી ઉપલબ્ધ હોય છે પણ તેના સુધી સરળતાથી પહોંચવું મુશ્કેલ છે. જો માહિતી મળે તો તે યોગ્ય માળખામાં નથી હોતી કે જેથી તેનું તાત્કાલિક વિશ્લેષણ કરી શકાય. આ કારણે ઇન્ડિયાવોટ્સ ભારતમાં ચૂંટણીલક્ષી તમામ માહિતીને સૌની પહોંચ સુધી લાવવા માંગે છે.

નિતિ ડિજિટલના સીઇઓ વીરચંદ બોથરાએ જણાવ્યું કે "ભારતની ચૂંટણી સંબંધિત માહિતી મેળવવાની અમારી ખોજનું પરિણામ Indiavotes.com છે. તેને આ સ્વરૂપ એટલા માટે જ આપવામાં આવ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકશાહીના ખ્યાલ સમાન ચૂંટણીની માહિતી સૌનૈ સરળતાથી ઉપલબ્ધ બને."

નિતિ નામ ન્યુ ઇનિશિએટિવ્સ ટુ ટ્રાન્સફોર્મ ઇન્ડિયાથી બન્યું છે. તેની સ્થાપના સિરિયલ ટેક્નોલોજી આંત્રેપ્રિન્યોર રાજેશ જૈને કરી છે. નિતિ ડિજિટલની ટીમ ડિજિટલ મીડિયા સ્પેસ NitiCentral.com અને ચૂંટણીઓ માટે Indiavotes.com પર કામ કરે છે.

આ અંગે નિતિ ડિજિટલના એમડી રાજેશ જૈને જણાવ્યું કે "ભારતીય ચૂંટણીઓમાં માહિતી નિર્ણાયક બને તેવા હેતુથી ડિજિટલ મીડિયા અને વિસ્તૃત માહિતીને એકઠી કરીને કોમ્યુનિકેશન ટેકનોલોજીના સહયોગથી ઉપલબ્ધ બનાવવામાં આવી છે."

હાલમાં, ચૂંટણી સંબંધિત માહિતીના ભંડાર Indiavotes.com પર 200થી વધારે રાષ્ટ્રીય સ્તરની અને રાજ્ય સ્તરની ચૂંટણી સંબંધિત માહિતીનો ખજાનો ઉપલબ્ધ છે. આ ડેટા સતત અપડેટ કરવામાં આવશે. પોર્ટલની વિશેષતા એ પણ છે કે યુઝરના ઇનપુટથી તેને વધારે સમૃધ્ધ બનાવવા માટેની વ્યવસ્થા પણ તેમાં છે. યુઝર પોતાના મતવિસ્તારની રોચક માહિતી અને મુદ્દાઓ તેમાં મૂકી શકશે.

English summary
Niti Digital launches IndiaVotes.com, India's largest elections database.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X