For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના વધતા કેસોના કારણે ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં નહિ શામેલ થાય વિદેશી મહેમાન

જે રીતે દેશમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેને જોતા આ વખતે ગણતંત્ર દિવસ સમારંભમાં વિદેશી મહેમાન શામેલ નહિ થાય.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેને જોતા આ વખતે ગણતંત્ર દિવસ સમારંભમાં વિદેશી મહેમાન શામેલ નહિ થાય. સતત બીજા વર્ષે કોરોનાના કારણે ગણતંત્ર દિવસનો કાર્યક્રમ વિદેશી મહેમાનો સિવાય થશે. તમને જણાવી દઈએ કે ભારતે કઝાકિસ્તાન, કિરગિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓને ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ. જો કે આને લઈને કોઈ અધિકૃત એલાન કરવામાં આવ્યુ નહોતુ પરંતુ હવે કોરોનાના કારણે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં આ વિદેશી મહેમાન ભાગ નહિ લે.

republic day

છેલ્લા અમુક સપ્તાહમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વળી, હાલમાં જ કઝાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનમાં 220 લોકોના જીવ જતા રહ્યા. એવામાં આના કારણે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ગણમાન્ય ભાગ નહિ લે. એક રાજકીય નેતાએ જણાવ્યુ કે હાલમાં પાંચે દેશ વર્ચ્યુઅલ સમિટ પર પોતાનુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. બધા 6 દેશ રાજકીય સંબંધોના 30 વર્ષ પૂરા થવાના પ્રસંગે વર્ચ્યુઅલ સમિટનુ આયોજન કરવામાં આવશે. જો કે આની તારીખનુ હજુ સુધી એલાન કરવામાં આવ્યુ નથી. રિપોર્ટ અનુસાર વૈકલ્પિક ચીફ ગેસ્ટની સંભાવનાઓથી પણ ઈનકાર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ભારતમાં કોઈ મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસના કાર્યક્રમને મનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે યુકેના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાનુ હતુ પરંતુ છેલ્લી ઘડીએ કોરોનાના વધતા કેસોના કારણે તેમણે ભારતનો પ્રવાસ રદ કર્યો હતો. 2021 પહેલા 1966માં ગણતંત્ર દિવસનો કાર્યક્રમ મુખ્ય અતિથિ વિના થયો હતો. આ વર્ષે લાલ બહાદૂર શાસ્ત્રીના નિધન બાદ 24 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. આ ઉપરાંત 1952 અને 1953માં પણ ગણતંત્ર દિવસના પ્રસંગે મુખ્ય અતિથિ આવ્યા નહોતા.

English summary
No foreign guests will come on 26 january event due to surge in Corona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X