For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે મતદારોને મળશે મત આપ્યાનો પુરાવો!!!

|
Google Oneindia Gujarati News

evm
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : ભારતીય ચૂંટણી પંચે તાજેતરમાં નાગાલેન્‍ડ રાજયમાં વિધાનસભાની પેટાચૂંટણી સમયે ઇલેક્‍ટ્રોનિક વોટિંગ મશીનની સાથે મતદારે ક્‍યા ઉમેદવારને મત આપ્‍યો તેનું પ્રુફ આપતું પ્રિન્‍ટિંગ મશીન સામેલ કરીને સફળ પરિણામ મેળવ્‍યું છે.

વોટર વેરીફાઇએબલ પેપર ઓડિટ ટ્રેલ(વી.વી.પી.એ.ટી) સિસ્‍ટમના નામે ઓળખાતું મશીન જો લોકસભાની આગામી ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવે તો રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં પરાજય બાદ વોટિંગ મશીનમાં ચેડાં થતા હોવાના આક્ષેપોનું સૂરસૂરિયું થઇ જશે એ નક્કી છે.

ચૂંટણી પંચે નાગાલેન્‍ડની પેટાચૂંટણીમાં વોટર વેરીફાઇએબલ પેપર ઓડિટ ટ્રેલ(વી.વી.પી.એ.ટી.) સિસ્‍ટમ નામનું મશીન અર્થાત્‌ મતદાતા મતપત્ર તપાસ યંત્ર ઉપયોગમાં લીધું હતું. આ સિસ્‍ટમના ઉપયોગ સાથે મત આપનાર મતદારને એ વાતની ખાતરી મળતી હતી કે તેણે જે ઉમેદવારને મત આપ્‍યો છે વાસ્‍તવમાં મત તે જ વ્‍યક્‍તિને મળ્‍યો છે. આ પ્રિન્‍ટર મતદાન સમયે વોટિંગ મશીન સાથે જોડી દેવામાં આવે છે.

મતદાર જયારે મત આપવા ઈવીએમ (ઈલેકટ્રોનિક વોયિંગ મશીન)નું બટન દબાવે છે કે તરત બાજુમાં કાચના બોક્‍સમાં રખાયેલા પ્રિન્‍ટરમાંથી એક રિસિપ્‍ટ બહાર નીકળે છે. આ રિસિપ્‍ટમાં મતદારે કયા ઉમેદવારને મત આપ્‍યો તે દર્શાવાશે. મતગણતરી વખતે જો કોઇ વિવાદ થાય તો વોટિંગ મશીન સાથેના બોક્‍સમાં જમા થયેલી રિસિપ્‍ટની ગણતરી થઇ શકે છે. ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે અમલી બનાવેલી આ સિસ્‍ટમ ઐતિહાસિક પ્રયોગ તરીકે ગણાવાઇ રહી છે.

English summary
Now voters will get proof of giving vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X