For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં માત્ર 22 રૂપિયા પ્રતિ કીલોએ મળી રહી છે ડુંગળી, લોકોએ લાઈનો લગાવી

અહીં માત્ર 22 રૂપિયા પ્રતિ કીલોએ મળી રહી છે ડુંગળી, લોકોએ લાઈનો લગાવી

|
Google Oneindia Gujarati News

ડૂંગળીની કિંમતો હાલ સામાન્ય નાગરિકોને રોવડાવી રહી છે. એક તરફ દિલ્હીમાં જ્યાં ડુંગળી 80થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. ત્યારે નૈફેડ (NAFED)ના આઉટલેટ પર ડુંગળી 22 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહી છે. પરંતુ સસ્તી ડુંગળી મેળવવા માટે લોકોએ 2 કલાક સુધી ઈંતેજાર કરવો પડી રહ્યો છે. દિલચસ્પ વાત એ છે કે સરકારી ઑફિસોમાં કામ કરતા કર્મચારીઓ મંજૂરી લઈને ડુંગળી ખરીદવા આવ્યા છે કેમ કે તે સમયે સરકારી ઑફિસો ખુલી જાય ચે અને કર્મચારીઓ કામ કરવાને બદલે ડુંગળી ખરીદવાની લાઈનોમાં ઉભા છે.

એક વ્યક્તિને માત્ર 2 કિલો ડુંગળી મળશે

એક વ્યક્તિને માત્ર 2 કિલો ડુંગળી મળશે

બુધવારે દિલ્હીમાં ડુંગળીની કિંમત 80-100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સરકાર બજારથી અડધીથી વધુ ઓછી કિંમતે ડુંગળી વેચી રહી છે. સરકાર નૈફડ આઉટલેટ પર માત્ર 22 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ડુંગળી વેચી રહી છે. એક વ્યક્તિને માત્ર 2 કિલો ડુંગળી જ મળી શકે છે જેના માટે લોકોએ 2 કલાકથી વધુ સમયનો ઈંતેજાર કરવો પડી રહ્યો છે. સસ્તી ડુંગળી ખરીદવા માટે કૃષિ ભવનમાં 150થી 200 લોકોની લાઈનો લાગી છે.

ડુંગળીની કિ્ંમત કેમ વધી રહી છે

ડુંગળીની કિ્ંમત કેમ વધી રહી છે

ડુંગળીની કિંમત વધવાનું મુખ્ય કારણ વરસાદ જણાવવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ડુંગળીના મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં કમોસમી વરસાદથી ડુંગળીના પાકને નુકસાન થયું છે. માટે આ રાજ્યોમાં સમય પર મંડી બજારમાં ડુંગળી નથી પહોંચી શકી. જેના કારણે સબ્જી મંડીમાં સપ્લાય ઘટી ગઈ છે. વ્યાપારી જણાવે છે કે દિલ્હી સહિત કેટલાય શહેરોની મંડીમાં ડુંગળીની આવક ચાલીસથી પચાસ ટકા સુધી ઘટી ગઈ છે.

સરકારે આ આદેશ આપ્યો

સરકારે આ આદેશ આપ્યો

કેન્દ્ર સરકારે ફેસલો કર્યો છે કે અફઘાનિસ્તાન, મિસ્ર, તુર્કી અને ઈરાનથી ડુંગળીની આપૂર્તિ વધારવામાં આવશે. આ દેશોમાંથી ડુંગળી ખરીદવા માટે સરકાર ફેસિલિટેટરની ભૂમિકા નિભાવશે, જેથી ડુંગળીની આપૂર્તિ વધારી શકાય. નૈફેડના એમડી નાસિક જશે અને ડુંગળીના સ્ટૉકની તપાસ કરશે. નાસિકથી દિલ્હી-એનસીઆર જેવા ક્ષેત્રોમાં ડુંગળીની આપૂર્તિ વધારવાની કોશિશ કરશે.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરોઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરો

English summary
onions are being sold here for only 22 rupee per kg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X