For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઓવાદીઓ વિરુધ્ધ ઓપરેશન : 1000 સૈનિકોએ શરૂ કર્યું જંગલ ખૂંદવાનું

|
Google Oneindia Gujarati News

indian-soldiers
રાયપુર, 27 મે : છત્તીસગઢ રાજ્યમાં કોંગ્રેસ પરિવર્તન યાત્રા રેલી પર ગયા શનિવારે કરાયેલા ભયાનક હુમલા બાદ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે તાબડતોડ 1000 જેટલા સુરક્ષા જવાનોને નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવા માટે રાજ્યના નક્સલવાદગ્રસ્ત બસ્તર જિલ્લાના જંગલોમાં મોકલવામાં આવ્યા છે. તેઓ નક્સલવાદીઓને પકડવા માટે જંગલો ખૂંદી રહ્યા છે.

રાજ્યના પોલીસ વડા રામનિવાસે કહ્યં છે કે જંગલોમાં અનેક નક્સલવાદીઓ સંતાયા હોવાની અમને બાતમી મળી છે. જે લોકોએ ગયા શનિવારે કોંગ્રેસના કાફલા પર હુમલો કર્યો હતો તે નક્સલવાદી નેતાઓ વિશે અમને બાતમી મળી છે તેથી એમને પકડવા માટે અમે ત્વરિત પગલું ભર્યું છે. પવન કિન્દ્રો નામનો એક પોલીસ જવાન લાપતા થયો છે અને જંગલમાં તેને શોધવાની કામગીરી પણ ચાલુ છે.

ગયા શનિવારે બસ્તર જિલ્લામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓના એક વિશાળ કાફલા પર જીવલેણ શસ્ત્રો સાથે સજ્જ થયેલા 500 જેટલા નક્સલીઓએ હુમલો કર્યો હતો જેમાં રાજ્યના કોંગ્રેસ વડા નંદકુમાર પટેલ, સિનિયર નેતા મહેન્દ્ર કર્મા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ઉદય મુદલીયાર સહિત 27 વ્યક્તિઓ મૃત્યુ પામી છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી.સી. શુક્લ સહિત બીજાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે.

English summary
Operation against Maoists: 1000 soldiers searching in forest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X