For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિયેતનામનો સેટેલાઇટ લોંચ કરશે ભારત: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રવાસ પર આવેલા વિયતનામના વડાપ્રધાન નુએન તન જુંગનું આજે ઔપચારિક સ્વાગત કરતાં કહ્યું કે બંને દેશ પરસ્પર સહયોગ તથા સમંવયથી શાંતિ તથા વિકાસના લક્ષ્યને ભાગીદારીથી પ્રાપ્ત કરશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિયતનામના વડાપ્રધાન દિલ્હી આવતાં પહેલાં બોધગયા ગયા, અહીં બંને દેશોના ઉંડા સાંસ્કૃતિક સંબંધોનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે વિયતનામના ધૈર્ય તથા સાહસથી સંકટોનો સામનો કર્યો છે. બંને વિકાસશીલ દેશ શાંતિ તથા વિકાસ માટે સહયોગ માટે આગળ આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત વિયતનામાના સેટેલાઇટને લોંચ કરશે તથા અંતરિક્ષ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારશે.

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારા સામૂહિક વેપાર તથા પરિવહનમાં કોઇ વિધ્ન નથી અને અમે અમારો વિવાદ શાંતિપૂર્ણ રીતે આંતરાષ્ટ્રીય કાયદા હેઠળ ઉલેકશું. તેમણે કહ્યું કે અમારા વિચારોમાં ઘણી બધી સમાનતાઓ છે. વિયતનામાના વડાપ્રધાન નુએન તન જુંગ અને તેમની પત્ની ત્રન તાન્હ કિમ માટે રાષ્ટ્રપતિ ભવનમાં આજે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

modi-vietnam-pm

વડાપ્રધાને કહ્યું હતું કે રક્ષા ક્ષેત્રે અમારો સહયોગ મહત્વપૂર્ણ છે. ત્યાંના સુરક્ષા બળોને આધુનિક બનાવવા માટે ભારત પ્રતિબદ્ધ છે. તેમણે તેના માટે 100 મિલિયન અમેરિકન ડોલરની મદદ આપવાની વાત કહી. તેમણે કહ્યું કે બંને દેશોમાં કાઉન્ટર ટેરેરિઝમ પર સહમતિ છે. તેમણે અંતરિક્ષના ક્ષેત્રમાં પણ સહયોગ વધારવાની વાત કહી. તેમણે કહ્યું કે અમારી વચ્ચે સામુદ્રિક વેપારમાં સમસ્યા નથી. પીએમ નરેન્દ્ર મોદીએ મશીનરી, આઇટી સહિત ઘણા વિસ્તારોમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે પરસ્પર સંપર્ક વધારવા તથા પર્યટન માટે ઘણા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે નાલંદા યુનિવર્સિટીમાં વિયતનામની ભાગીદારી પર અમારી સહમતિ છે. તેમણે કહ્યું કે 2015માં આશિયાનમાં વિયતનામ ભારત માટે કો-ઓર્ડિનેટર હશે. વડાપ્રધાન અનુસાર આપણા રાષ્ટ્રપતિના વિયતનામના પ્રવાસ ફર્યા બાદ આપણા સંબંધ મજબૂત થયા છે. વિયતનામએ ભારતને બે તેલ બ્લોકોની ઓફર કરી છે. સાથે જ એક અન્ય તેલ બ્લોકને બે વર્ષ માટે વિસ્તારિત કર્યો છે.

English summary
India and Vietnam signed many crucial agreements during the visit of the latter country's Prime Minister Nguyen Tan Dung.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X