For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે 150થી વધુ સ્ટાર્ટઅપ વેપારીઓ સાથે કરશે વાત, જાણો કયા-કયા મુદ્દે થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 150થી વધુ સ્ટાર્ટઅપથી વેપારીઓ સાથ વાતચીત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આઝાદી કા અમૃત મહોત્સવના સપ્તાહ સુધી ચાલનારા કાર્યક્રમ હેઠળ સેલિબ્રેટિંગ ઈકોસિસ્ટમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 150થી વધુ સ્ટાર્ટઅપથી વેપારીઓ સાથ વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરશે. મોદી સરકારની મુખ્ય પહેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયાના છઠ્ઠા વર્ષમાં, કૃષિ, સ્વાસ્થ્ય, ઉદ્યમ પ્રણાલી, અંતરિક્ષ, ઉદ્યગ, ફિનટેક અને પર્યાવરણ, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ પ્રધાનમંત્રીને મળશે અને વાતચીત કરશે. વાતચીતનો ઉદ્દેશ એ સમજવાનો છે કે સ્ટાર્ટઅપ કેવી રીતે દેશમાં ઈનોવેશન ચલાવીને રાષ્ટ્રીય જરુરિયાતોમાં યોગદાન આપી શકે છે.

pm modi

પ્રધાનમંત્રી કાર્યાયલે કહ્યુ છે, 'રુટ્સથી વધવુ સહિતના વિષયો પર આધારિત 150થી વધુ સ્ટાર્ટઅપને છ કાર્ય સમૂહોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જે આ રીતે છે. ગ્રોઈંગ ફ્રૉમ રુટ્સ, લોકલ ટુ ગ્લોબલ, ભવિષ્યની ટેકનોલૉજી, ડેવલપમેન્ટ મૉડલ.'

આ વાતચીતમાં દરેક ગ્રુપ પીએમ મોદીને એક પ્રેઝન્ટેશન આપશે. પીએમ કાર્યાલયે કહ્યુ કે પીએમ મોદી એ ક્ષમતામાં વિશ્વાસ રાખે છે જે સ્ટાર્ટઅપ દેશના વિકાસમાં યોગદાન આપે છે. ગયા વર્ષોની સફળતાને યાદ કરીને પીએમઓએ કહ્યુ, 'આનો દેશમાં સ્ટાર્ટઅપ પારિસ્થિતિકી તંત્ર પર જબરદસ્ત પ્રભાવ પડ્યો છે અને આનાથી દેશમાં યૂનિકૉર્નની આશ્વર્યજનક વૃદ્ધિ થઈ છે.'

જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે આઝાદીનો અમૃત મહોત્સવના હિસ્સા તરીકે એક સપ્તાહ સુધી ચાલનારા કાર્યક્રમ, સેલિબ્રેટિંગ ઈનોવેશન ઈકોસિસ્ટમનુ આયોજન 10થી 16 જાન્યુઆરી દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીપીઆઈઆઈટી દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

જૂન 2021માં સરકારે ઘોષણા કરી કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફ્લેગશિપ હેઠળ, 2016માં પહેલના નિર્માણ બાદથી 50,000થી વધુ સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે અને ત્યારથી 5.5 લાખ નોકરીઓ પેદા થઈ છે.

English summary
PM Narendra Modi to interact with over 150 startups Today all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X