પીએમએ કહ્યું, 'રેડમાં અમારો હાથ નથી'

તેમણે કહ્યું છે કે આવું થવું જોઇતું નથી. રેડનો સમય સૌથી દૂર્ભાગ્યપૂર્ણ છે. સ્ટાલિનને ત્યાં રેડને લઇને વિભિન્ન રાજકીય દળોએ આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે ડીએમકેએ કેન્દ્રની યુપીએસ સરકારથી સમર્થન પરત લીધાના એક દિવસ બાદ જ કરવામાં આવેલી આ રેડ દર્શાવે છે કે, સરકાર પોતાના ફાયદા માટે સીબીઆઇનો દુરુપયોગ કરી રહી છે.
રેડને લઇને નાણામંત્રી પી ચિદમ્બરમ, સંસદીય કાર્યમંત્રી કમલનાથ, સંચારમંત્રી કપિલ સિબ્બલ અને સુચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સીબીઆઇએ ગુરુવારે તામિળનાડુમાં 19 સ્થળો પર રેડ પાડી. જેમાં ચેન્નાઇ સ્થિત સ્ટાલિનનું નિવાસસ્થાન પણ છે.












Click it and Unblock the Notifications
